અમરેલીના હીરામોતી ચોકમાં પ્રેમ પ્રકરણ મામલે રત્ન કલાકાર પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. અમરેલીના હીરામોતી ચોકમાં રત્નકલાકાર જીજ્ઞેશભાઈ પરમાર અને મેહુલભાઈ હેલૈયા વચ્ચે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં મેહુલ હેલૈયાએ જીજ્ઞેશભાઈ પરમારને છાતી અને ગળાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંકયા હતા.આ  હુમલામાં જાણવા મળતી માહિતી મુજબ એક વર્ષ પહેલા દાડમા ગામે જીજ્ઞેશ પરમારે મહિલાના પ્રેમ પ્રકરણમાં મનદુઃખ રાખી મેહુલ હેલૈયાને માર મારેલ હતો. આ મનદુઃખનો ખાર રાખી મેહુલ હેલૈયાએ હીરામોતી ચોકમાં જીજ્ઞેશ પરમારને છરીના ઘા ઝીંકી દેતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો છે.