અમરેલીમાં એક શાકભાજી વિક્રેતાની બાઈક ચોરાઈ હતી. હિરેનભાઈ હરેશભાઈ તલસાણીયા (ઉ.વ.૨૨)એ અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, બે દિવસ પહેલા તેમના ઘર પાસે પાર્ક કરેલી રૂ. ૪૦ હજારની બાઇકની ઉઠાંતરી કરી અજાણ્યો ઇસમ નાસી છૂટ્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.









































