ધારી તાલુકા આર.બી.એસ.કે. ટીમના ડો.વરૂણ દેવમુરારી, ડો.ફેની ચંદારાણા, ફાર્માસિસ્ટ અભિષેક જાની, એફ.એચ.ડબલ્યુ અવનીબેન ટીલાવત તેમજ ઓપથેલ્મીક આસિસ્ટન્ટ ચિંતન ચૌધરી દ્વારા શાળાનાં પ્રિન્સિપાલ માનસિંહ બારડના સહયોગથી જી.એન. દામાણી હાઇસ્કૂલ-ધારી ખાતે નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ બાળકોને આંખની તપાસ / ચશ્માંના નંબરની તપાસ કરવામાં આવી હતી તેમજ જેમને આંખના નંબર હોય તે તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવશે.








































