જાફરાબાદના મીતીયાળા નજીકના તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે ફ્રી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૫૦ કરતા વધારે દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં અમરેલી સુદર્શન નેત્રાલય દ્વારા મોતિયા, ઝામર તેમજ દૂર અને નજીકના નંબરના ચશ્મા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૩૫ જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂર જણાતા તેઓને ઓપરેશન માટે સુદર્શન નેત્રાલય હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓને ઓપરેશનની સગવડતા પણ ફ્રીમાં જ આપવામાં આવે છે. આયુર્વેદિક ડો. જિંજાળા દ્વારા એસીડીટી, કબજિયાત, ચામડીના રોગો, ખરજવું, ખસ, વાઢીયા જેવા રોગોની તપાસ કરી દવા આપવામાં આવી હતી.







































