સુપ્રીમ કોર્ટે ૨૦૨૪ મુંબઈ બીએમડબ્લ્યુ હિટ-એન્ડ-રન કેસના આરોપી મિહિર શાહની જામીન અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. મિહિર શાહ શિવસેનાના ભૂતપૂર્વ નેતાના પુત્ર છે. ટોચની કોર્ટે ટિપ્પણી કરી હતી કે આ છોકરાઓને પાઠ ભણાવવાની જરૂર છે.જસ્ટીસ દીપાંકર દત્તા અને જસ્ટીસ એ.જી. મસીહની બેન્ચે નોંધ્યું હતું કે આરોપી એક શ્રીમંત પરિવારમાંથી આવે છે અને તેના પિતા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના સાથે સંકળાયેલા હતા. બેન્ચે શુક્રવારે કહ્યું હતું કે, “તે શેડમાં મર્સિડીઝ પાર્ક કરે છે, મ્સ્ઉ બહાર કાઢે છે, તેને ટક્કર મારે છે અને ભાગી જાય છે. તેને થોડા સમય માટે અંદર રહેવા દો. આ છોકરાઓને પાઠ ભણાવવાની જરૂર છે.” કોર્ટે જામીન અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.મિહિર શાહનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ રેબેકા જાને જણાવ્યું હતું કે કેસમાં મુખ્ય સાક્ષીઓના નિવેદનો નોંધાયા બાદ હાઇકોર્ટે તેમને જામીન માટે અરજી કરવાની મંજૂરી આપી હતી. જાકે, સુપ્રીમ કોર્ટના કડક વલણને ધ્યાનમાં રાખીને, તેમણે અરજી પાછી ખેંચવાની પરવાનગી માંગી હતી, જે સ્વીકારવામાં આવી હતી.મિહિર શાહ (૨૪) ની ગયા વર્ષે ૯ જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર મુંબઈના વર્લી વિસ્તારમાં તેમની બીએમડબ્લ્યુ કારે એક ટુ-વ્હીલરને ટક્કર મારવાનો આરોપ છે, જેમાં કાવેરી નખવા (૪૫)નું મૃત્યુ થયું હતું અને તેમના પતિ પ્રદીપ નખવાને ઇજા થઈ હતી. અકસ્માત પછી, મિહિર શાહ કથિત રીતે બાંદ્રા-વર્લી સી લિંક તરફ ઝડપથી દોડી ગયા હતા, જેના કારણે મહિલા કારના હૂડમાં ફસાઈ ગઈ હતી. બાદમાં તેમણે મહિલાને પોતાની કાર સાથે દોઢ કિલોમીટર સુધી ખેંચી લીધી હતી.શાહના ડ્રાઇવર, રાજઋષિ, જે અકસ્માત સમયે કારમાં હતા, તેની પણ તે જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી. બંને ન્યાયિક કસ્ટડીમાં છે. શાહે ૨૧ નવેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટના જામીન નામંજૂર કરવાના આદેશને પડકાર્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે આરોપી ખૂબ જ નશામાં હતો અને સ્કૂટરને ટક્કર મારીને પીડિતાને ખેંચી જવા છતાં કાર રોકવામાં નિષ્ફળ ગયો હતો.હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે કથિત ગુના દરમિયાન અને પછી આરોપીના વર્તનથી કોર્ટ જામીન આપવા માટે રાજી થઈ ન હતી. કોર્ટે કહ્યું હતું કે શાહે અકસ્માત પછી ઝડપી ગતિએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પીડિતાને કાર નીચે ખેંચતો રહ્યો હતો. કોર્ટે એમ પણ ટિપ્પણી કરી હતી કે સીટ બદલવી, તેના પિતાને બોલાવવા અને ઘટનાસ્થળેથી ભાગી જવું એ દર્શાવે છે કે આરોપી પુરાવા સાથે છેડછાડ કરવાની અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની વૃત્તિ ધરાવે છે.








































