ફળોનો રાજા ભલે કેરી કહેવાતી હોય, ફળોનો હિમેન તો પપૈયું જ છે. પપૈયું મડદાંને ભલે બેઠા ન કરી શકતું હોય પણ મડદું બની જવાની અણી સુધી પહોંચી ગયેલા લોકોને ફરી દોડતા જરૂર કરી શકે છે.
પપૈયા, જેને કેરીકા પપૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ઉષ્ણકટિબંધીય ફળ છે જે માત્ર સ્વાદિષ્ટ જ નથી, આયુર્વેદમાં પણ ખૂબ મહત્વ ધરાવે છે, જે પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદ પપૈયાને એક શક્તિશાળી હીલિંગ ફળ માને છે જે સ્વાસ્થ્ય લાભોની વિશાળ શ્રેણી આપે છે.
આયુર્વેદમાં પપૈયાનું ખૂબ મૂલ્ય કેમ છે તેનું એક મુખ્ય કારણ તેના પાચન ગુણધર્મો છે. પપૈયામાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે, જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે અને પેટનું ફૂલવું, અપચો અને કબજિયાત જેવી પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. નિયમિતપણે પપૈયાનું સેવન કરવાથી પાચનમાં સુધારો થાય છે અને આંતરડાના એકંદર આરોગ્યને પ્રોત્સાહન મળે છે.
પપૈયું તેના ડિટોક્સિફાઈંગ પ્રોપર્ટીઝ માટે પણ જાણીતું છે. આયુર્વેદ અનુસાર, પપૈયા શરીરના ઝેરી તત્વોને સાફ કરવામાં અને લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. આ બાબત તેને બિનઝેરીકરણ અને કાયાકલ્પ માટે ઉત્તમ ફળ બનાવે છે. પપૈયાનું નિયમિત સેવન શરીરની કુદરતી ડિટોક્સિફિકેશન પ્રક્રિયાઓને સુધારવામાં અને એકંદર આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. તેના પાચન અને બિનઝેરીકરણ ગુણધર્મો ઉપરાંત, પપૈયામાં વિટામિન્સ, ખનિજો અને એન્ટીઆૅકિસડન્ટો પણ સમૃદ્ધ છે. તે વિટામિન સી, વિટામિન એ, ફોલેટ, પોટેશિયમ અને ફાઇબરનો સારો સ્ત્રોત છે, જે સારૂં સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી છે. આયુર્વેદ પપૈયાને ત્વચાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માને છે. પપૈયામાં રહેલા વિટામિન્સ અને એન્ટીઆૅકિસડન્ટ્સ ત્વચાને પોષણ આપવામાં, બળતરા ઘટાડવામાં અને સ્વસ્થ રંગને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. પપૈયાનો ઉપયોગ ચહેરાના માસ્ક તરીકે કરી શકાય છે અથવા ત્વચાના સ્વાસ્થ્યને સુધારવા અને
વૃદ્ધત્વના સંકેતોને ઘટાડવા માટે આંતરિક રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. એટલે ઘરડા ન દેખાવું હોય તો પપૈયા ખાવા જરૂરી છે. પપૈયા બજારમાં થોડા મોંઘા પણ મળે છે એટલે બજારમાંથી ખરીદી ખરીદીને થાક્યા હોવ તો ઘરના આંગણામાં કે વાડીના ખૂણામાં પાંચ સાત પપૈયાના ઝાડ નાખી દો. ખાધા નહીં ખૂટે.
જે રીતે હાથી જીવતો લાખનો અને મરેલો સવા લાખનો કહેવાય છે એ રીતે પપૈયું પાકું લાખનું અને કાચું સવા લાખનું એમ પણ કહી શકાય. પાકુ પપૈયું ખાવામાં અને જ્યુસ બનાવીને પીવામાં એમ લગભગ બે જ કામમાં આવે છે પણ કાચા પોપૈયાના તો અનેક અનેક ઉપયોગ છે. કાચા પોપૈયામાંથી ટુટીફ્રુટી, પેઠા, સલાડ, ભજીયા, કોફતા સહિત અનેક વાનગીઓ બને છે. પપૈયાના બીજ અને તેના પાન કેન્સરની દવામાં વપરાય છે. કેટલાક લોકો તો પપૈયાના પાનની ફાકી ખાઈ ગયા હોય અને કેન્સરની ફિકરની ફાકી થઈ ગઈ હોય એવા પણ દાખલા છે. પપૈયું દેખાવમાં સોફ્ટ લાગે છે. ખાતી વખતે ઠંડુ લાગે છે પણ વાસ્તવમાં તે ગરમ છે. હિમેન ધર્મેન્દ્રની માફક તે ગરમ ધરમ છે. ઠંડી ઋતુમાં તે ખાસ ખાવું જોઈએ. પપૈયા ખૂબ દાબો. ઘરની વાડીના હોય કે મિત્રની વાડીના અથવા દુકાનના હોય, ( ટૂંકમાં પૈસા દેવાની જરૂર ન પડે એવી કોઈપણ જગ્યાના હોય) ગળ્યા ગળ્યા પપૈયા બસ ખાધા જ કરો. ફક્ત પૈસા ચૂકવવાના હોય તો જ પપૈયા ખાવામાં માપમાં રહેવું જોઈએ એવો મારો મત છે. કારણ કે પૈસા ચૂકવીને અતિશય પપૈયા ખાવાથી વિટામિન “એમ”ની ખામી સર્જાય છે. અને વિટામિન એમની ખામીથી અનેક માનસિક રોગ થાય છે જે પછી પપૈયા તમને રિકવર નહીં કરી આપે. પપૈયા ખાઈ ખાઈને ઢમઢોલ થઈ ગયા પછી પપૈયાના પાંચ, સાત કે વધીને દસ જેટલા બીની પણ કદર કરો. પપૈયાના કાળા બી ઉપર કંઈક કૂણુંકૂણું હોય છે. એને અંગૂઠો અને એક નંબરની આંગળી વચ્ચે દબાવીને ગોળ ગોળ ફેરવવાની મજા પણ માણો. તેને જીભ અને તાળવા વચ્ચે એકદમ નરમાઈથી મમળાવો. કશુક કુણુંકુણું અડવાનું આનંદ મેળવો અને પછી આ બી ચાવી જાવ. કહેવાય છે કે એનાથી કેન્સર તમારી આસપાસ આંટાફેરા મારતું હશે તો તે આવતા પહેલા જ જતું રહેશે. પપૈયું ખાવાથી અતિશય ગળપણના કારણે મોઢું ભાંગી ગયું હશે તો પણ તેના બીની આછેરી તીખાશ મોઢાને ફ્રેશ બનાવી દેશે. naranbaraiya277@gmail.com











































