લીલીયા તાલુકા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે અજવાળીબેન વલ્લભભાઈ રામાણી છાત્રાલય ખાતે બપોર અને સાંજના ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના એવા લોકો માટે છે જેઓ કોઈ કારણસર ઘરે રસોઈ બનાવી શકતા નથી. આવા વ્યક્તિઓ નજીવા ટોકન પદ્ધતિથી બંને ટાઈમ ભોજનનો લાભ લઈ શકશે. આ આયોજનના સુચારુ સંચાલન અને માર્ગદર્શન માટે છાત્રાલય ખાતે પાટીદાર સમાજની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભોજન વ્યવસ્થા કેવી રીતે ચલાવવી તે અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત લોકોએ દાનનો ધોધ વહેવડાવ્યો હતો. આ કાર્યમાં લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા કડવા પાટીદાર સમાજના આગેવાનો તરફથી સારો એવો સહકાર મળી રહ્યો છે તેમ કાંતિભાઈ શીંગાળાની યાદીમાં જણાવાયું છે.










































