સાવરકુંડલામાં આવેલ કપોળ વિદ્યાર્થી ગૃહ કન્યા છાત્રાલય પાસે અત્યંત ગંદકીનો અંબાર જમા થયો હતો. આ અંગે ગૃહમાતા અને શિક્ષિકાઓ દ્વારા અનેક વખત ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. તંત્રની આ નિષ્ક્રિયતાથી કંટાળીને અંતે છાત્રાલયની આશરે ૫૦ જેટલી વિદ્યાર્થિનીઓએ સ્વયં રોડ પર આવીને આસપાસની ગંદકી ઉપાડી તેનો નિકાલ કર્યો હતો. આ ઘટના સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી અને જવાબદારીના અભાવને સ્પષ્ટપણે ઉજાગર કરે છે. જે કામ તંત્રની નૈતિક જવાબદારી છે, તે કામ અહીં ભણવા અને રહેવા માટે આવતી વિદ્યાર્થિનીઓએ કરવું પડે તે કેટલું વ્યાજબી છે? તેવો પ્રશ્ન ઉદ્દભવ્યો છે. આ સ્થિતિ જોતા લાગે છે કે સફાઈની વ્યવસ્થા માત્ર કાગળ પર જ છે અને વાસ્તવિકતામાં તેનો અમલ થતો નથી.






































