ગુજરાત સરકાર દ્વારા ૮થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન રાજકોટના મારવાડી યુનિવર્સિટી કેમ્પસમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અને રિજનલ એક્ઝીબીસનબિશનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છને સૌથી મોટા ઉદ્યોગ વિકાસ કેન્દ્ર તરીકે ગણાતા આ ઇવેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ચાર દિવસીય વાઇબ્રન્ટ એક્ઝીબીસનબિશનમાં જાપાન અને કેનેડાના વિશેષ ડેલિગેશન્સ સાથે પ્રદેશભરમાંથી ૫૦,૦૦૦થી વધુ એમએસએમઈ ઉદ્યોગકારો હાજર રહેશે. આ અવસરે વિવિધ વિકાસ ક્ષેત્રોમાં નવા રોકાણ અને કરોડો રૂપિયાના એમઓયુ થયા છે.આ રિજનલ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રની વિશિષ્ટ ક્ષમતાને ધ્યાનમાં રાખીને સિરામિક્સ, એન્જીનિયરિંગ, બંદરો અને લોજિ સ્ટીકક્સ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, મત્સ્ય ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ તથા ખનિજા જેવા મુખ્ય ઉદ્યોગો પર કેન્દ્રિત સત્રો યોજાશે. મારવાડી યુનિવર્સિટી ખાતે વિકસાવવામાં આવતા ૬ અદ્યતન પ્રદર્શની ડોમ અને ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તાર આ કોન્ફરન્સને વિશાળ રૂપ આપશે. અહીં ઉદ્યોગકારો માટે નવીનીકરણ પ્લેટફોર્મ, વેન્ડર બાયર નેટવ‹કગ, ટેકનોલોજી ડિસ્પ્લે અને સ્ટાર્ટઅપ ઇન્ટરએક્શન ઝોન જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.વાઇબ્રન્ટ રિજનલ એક્ઝીબીસનબિશનમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ફિશરીઝ, રિન્યુએબલ એનર્જી, એન્જીનિયરિંગ, લોજિÂસ્ટક્સ, હસ્તકલા, રસાયણો, બેંકો અને નાણાકીય સંસ્થાઓ, તથા શૈક્ષણિક સંસ્થાઓ સહિતના વિવિધ ક્ષેત્રોની અગ્રણી કંપનીઓ અને સંસ્થાઓ તેમના ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરશે. સાથે જ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, વન વિભાગ, ખનિજ વિકાસ નિગમ, મેરિટાઇમ બોર્ડ, જુદાં જુદાં શિક્ષણ વિભાગો અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જેવા સરકારી વિભાગો પણ તેમની નવી પહેલ અને યોજનાઓ રજૂ કરશે.આ એક્ઝીબીસનબિશનનું મુખ્ય આકર્ષણ ક્રાફ્ટ વિલેજ, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિવર્સ બાયર-સેલર મીટ, અને ઉદ્યમી મેળો રહેશે. આ પ્લેટફોર્મનો હેતુ સ્થાનિક એમએસએમઈ, હસ્તકલા ઉદ્યોગકારો અને હાથશાળ વ્યવસાયોને દેશ-વિદેશના ખરીદદારો સાથે સીધા જાડવાનો છે. અહીં યુવા ઉદ્યોગકારો માટે નવી માર્કેટ તક તેમજ વ્યવસાયિક માર્ગદર્શનના ખાસ સત્રો પણ યોજાશે. પ્રદર્શન દરમિયાન દૈનિક લકી ડ્રા જેવી રસપ્રદ પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવશે, જેથી ઉદ્યોગકારોનો ઉત્સાહ વધે.આ ઉપરાંત, રિજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સ દરમિયાન એમએસએમઈ ઉદ્યોગકારોને પુરસ્કારો આપશે. કુલ ૫ કેટેગરીમાં ૧૦ એવોર્ડ ઘોષિત કરવામાં આવ્યા છે, જેમાં માઈક્રો અને સ્મોલ ઉદ્યોગ શ્રેણી હેઠળ એસસી, એસટી, મહિલા, યુવા ઉદ્યોગકાર તથા જનરલ કેટેગરીના શ્રેષ્ઠ ઉદ્યોગોને સન્માનિત કરવામાં આવશે. ઉદ્યોગકારોને ઉત્સાહિત કરવાનો અને નવા વ્યવસાયને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ સમગ્ર ક્ષેત્રને નવી દિશા આપશે. રાજકોટમાં યોજાનાર આ રિજનલ કોન્ફરન્સ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છની ઉદ્યોગસાહસિકતાને વૈશ્વિક પ્લેટફોર્મ પર રજૂ કરવાની તક છે. સ્થાનિક ઉદ્યોગોને ટેક્નોલોજી, નોલેજ-શેરિંગ, બિઝનેસ નેટવ‹કગ અને રોકાણની નવી તકો મળે તે માટે આ કાર્યક્રમ મોખરે રહેશે. રાજ્ય સરકારની આ પહેલનો મુખ્ય હેતુ આ વિસ્તારને રોકાણ અને અવસરના નકશા પર વધુ મજબૂત રીતે સ્થાપિત કરવાનો છે.










































