ગુજરાતના રાજકારણમાં ડ્રગ્સ અને માફિયાગીરીના મુદ્દે ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાનમાં ઉતરી આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ (ટવીટર) પર એક આક્રમક પોસ્ટ કરીને ધાનાણીએ રાજ્યમાં વ્યાપી રહેલા ડ્રગ્સ માફિયા, વ્યાજખોરી અને મિલકત માફિયાઓના સિંડિકેટ સામે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે. યુવા નેતા જિગ્નેશ મેવાણી દ્વારા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, ત્યારે પરેશ ધાનાણીનું આ સમર્થન સૂચવે છે કે વિપક્ષ યુવાધનને બચાવવાના આ મુદ્દે એકજૂથ થઈ રહ્યો છે. પરેશ ધાનાણીએ પોતાની પોસ્ટની શરૂઆત જ ‘પોલીસને સલામ, પટ્ટાવાળા હરામ’ જેવા તીખા શબ્દોથી કરી છે. તેમણે રાજ્યના યુવાનોને દારૂ અને ડ્રગ્સના બંધાણી બનાવવાનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું હોવાનો સીધો આરોપ લગાવ્યો છે.તેમની પોસ્ટના મુખ્ય અંશો અને સવાલો નીચે મુજબ છે. “પોલીસને સલામ, પટ્ટાવાળા હરામ” મુઠ્ઠીભર બેઇમાનોના ધર ભરવા માટે ,લાખો ઈમાનદાર યુવાનોને દારુ અને ડ્રગ્સના બંધાણી બનાવવાનુ ષડયંત્ર ,હરગીજ ચલાવી લેવાય નહી,,ડ્રગ્સ માફિયા, વ્યાંજકવાદ અને,મિલકત માફિયાઓની સીન્ડીકેટકેટે,હાલ સમગ્ર ગુજરાતના યુવાધનને,વર્ષોથી બાનમા લીધુ છે છતાંય,,જ્યારે કોઈ ઈમાનદારીથી આ ડ્રગ્સ,માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવી,રહ્યુ છે ત્યારે,,લાગે છે કે શું બધાય બેઇમાનોનુ ટોળુ જ,ખુદ માફિયાઓને બચાવવા નિકળ્યુ હશે.?,શું માફિયાઓનો માલ ખાઈને નવી પેઢીને,બરબાદ કરવા માટે મોકળુ મેદાન મળશે.?,શું મારુ સંસ્કારી ગુજરાત હવે ડ્રગ્સ,માફિયાઓનુ પ્રવેશદ્વાર બનશે..?,શુ મારા ગુજરાતનો યુવાન હવે ખુદ ડ્રગ્સ,માફિયાઓનો ગુલામ બનશે..?,શું ‘સાહેબ’નુ ગુજરાત ખુદ માફિયાઓની,જ પીઠ થબ થબાવશે..?,શું સંવિધાનની સોગંદ ખાનારા ખુદ જ,સરકારની કઠપૂતળી બની જાશે..?,શુ ખુદ ઈમાનદાર અધિકારીઓની નોકરી,ઉપર જ જાખમ વધારાશે..?,શુ ખુદ ઈમાનદારોને ડરાવવા, ધમકાવવા,,ફસાવવા અને જેલમા ધકેલવાના ષડયંત્રો,રચાતા રહેશે..?,શુ હવે સુરક્ષાના પ્રતિક સમાન ટોપી/પટ્ટા ખુદ,સરકારી ઉંબરે ગીરવે મુકાવા મજબુર હશે..?,ના, ના, ના, હરગીજ નહી..,,સંવિધાનની રક્ષા કરે ઈ સિપાહી,,પાર્ટીના ઈશારે નાચે ઈ પટાવાળા,,મારુ ગુજરાત સંવિધાનના રક્ષકોને કાયમી,સલામ કરશે અને પાર્ટીના ઈશારે નાચનારા,સૌના જરુરથી પટ્ટા ઉતારશે..!પોસ્ટના અંતે પરેશ ધાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “સંવિધાનની રક્ષા કરે ઈ સિપાહી, પાર્ટીના ઈશારે નાચે ઈ પટાવાળા.” તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો કે, “મારુ ગુજરાત સંવિધાનના રક્ષકોને કાયમી સલામ કરશે અને પાર્ટીના ઈશારે નાચનારા સૌના જરુરથી પટ્ટા ઉતારશે!” સમગ્ર પોસ્ટ ગુજરાતના યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા અને માફિયાઓની સીન્ડીકેટકેટને તોડવા માટે વિપક્ષ દ્વારા કરવામાં આવેલો મોટો અને આક્રમક પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. હવે જાવાનું એ રહે છે કે શાસક પક્ષ અને સરકારી તંત્ર આ ગંભીર આરોપો અને સવાલોનો શું જવાબ આપે છે.










































