કોડીનાર તાલુકા કાનૂની સેવા સમિતિ અને આઈસીડીએસ કોડીનાર દ્વારા ૨૫ નવેમ્બરે જીન પ્લોટ આંગણવાડી કેન્દ્ર નં. ૨૬ ખાતે મહિલા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઉજવાયો. કિશોરીઓને પોષણ અને રક્ષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પુણા શક્તિ પેકેટનું વિતરણ કરાયું. કાર્યક્રમમાં પીએલવી પ્રકાશ મકવાણા, સીડીપીઓ પુષ્પાબેન પરમાર તથા આંગણવાડી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.










































