ધોરાજી ખાતે હજરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીના ઉર્ષ નિમિત્તે ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળાના અંતિમ દિવસે લોક મેળામાં માનવ મહાસાગર ઉમટી પડ્યો હતો. લોકોએ ઉત્સાહભેર આ મનોરંજન મેળાની મજા માણી હતી. મેળામાં ડ્રોન દ્વારા લેવાયેલી તસવીરોમાં હૈયેહૈયું દળાય એવી વિશાળ મેદની જોવા મળી રહી છે. આ પાવન અવસરે સવારે દરગાહ ખાતે ગુશલ શરીફ સહિતની ધાર્મિક વિધિઓ દરગાહના મુંજાવરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મુસ્લિમ સમાજના આગેવાનોએ તંત્ર અને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.










































