સાવરકુંડલાના નેસડી ગામના ખેડૂતનું બાઈક ચોરાયું હતું. આ અંગે અશોકભાઈ જીણાભાઈ સોલંકી (ઉ.વ.૪૯)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ નેસડી રોડ પર આવેલા નાયરા પેટ્રોલપંપથી આગળ, રામભાઈ બુહાની વાડી પાસે રોડની બાજુમાં તેમનું મોટરસાયકલ પાર્ક કરીને અમરેલી ગયા હતા. તેમના ભાઈ મોટરસાયકલ લેવા સ્થળ પર આવ્યા ત્યારે બાઈક જોવા મળ્યું નહોતું.