૨૩/૧૧/૨૦૨૫ નાં રોજ કોડીનાર તાલુકાના ગામ દેવળીના વતની અને છારા પ્રા. શાળા મ.શિ. સ્વ. અરવિંદભાઈ વાઢેરની શોકસભા યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ પરેશભાઈ સુતરિયા, મહામંત્રી ભરતભાઈ રાઠોડ, પૂર્વ પ્રમુખ ડી.ડી. મકવાણા, પૂર્વ ઉપપ્રમુખ દિનેશભાઈ વાઘેલા, પૂર્વ કોષાધ્યક્ષ રાકેશભાઇ લકુમ, ઉપપ્રમુખ રમેશભાઈ વાઢેર, ઓડિટર નટવરભાઈ મકવાણા, હરસુખભાઇ ગોહિલ, અંબુભાઈ સોસા, કિરીટભાઇ કાઠી, નરેન્દ્રભાઇ વાઢેર તેમજ ગીર સોમનાથ જિલ્લા ઉત્કર્ષ મંડળના સ્થાનિક હોદ્દેદારો અને શિક્ષકોએ સ્વ. અરવિંદભાઈ વાઢેરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પીને પરિવાજનોને મળી ભારે દુઃખની લાગણી સાથે સાંત્વના આપી હતી.










































