અમરેલી તાલુકામાં માચિયાળાથી રાધેશ્યામ ચોકડી સુધીના ૧૨ કિ.મી.ના નવા બાયપાસ રોડના નિર્માણ માટે રૂપિયા ૨૭૦.૬૦ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. અમરેલીના ધારાસભ્ય તેમજ રાજ્ય કક્ષાના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી કૌશિકભાઈ વેકરીયાની આગ્રહપૂર્ણ રજૂઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મહ¥વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી છે. રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ચારમાર્ગીય બાયપાસમાં એપ્રોચ રોડ, રીટેનીંગ વોલ, મેજર-માઇનોર બ્રિજ, નવા સ્ટ્રક્ચર્સ, પાઇપ કલ્વર્ટ, યુટિલિટી શિફિં્‌ટગ સહિતની જરૂરી કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ નવા બાયપાસના નિર્માણથી અમરેલી શહેરની ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થશે તેમજ વિસ્તારની પ્રજાને દીર્ઘકાળથી પડતી મુશ્કેલીમાંથી રાહત મળશે.