કોંગ્રેસના નેતા દીગ્વિજય સિંહ ઘણીવાર તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે હેડલાઇન્સમાં રહે છે. હવે તેમણે દાવો કર્યો કે બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામો ઉત્તર કોરિયા, રશિયા અને ચીનમાં ચૂંટણી જેવા છે, જ્યાં “બધા મત એક જ પક્ષને જાય છે.” એ નોંધવું જાઈએ કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં,એનડીએએ કોંગ્રેસ, રાજદ અને અન્ય પક્ષોના “મહાગઠબંધન” ને હરાવ્યું, ૨૪૩ સભ્યોની વિધાનસભામાં ૨૦૦ થી વધુ બેઠકો જીતી. કોંગ્રેસે ફક્ત છ બેઠકો જીતી.રાજ્યસભા સભ્ય સિંહે મધ્યપ્રદેશના ગુના જિલ્લા મુખ્યાલયથી લગભગ ૪૦ કિલોમીટર દૂર આવેલા અવાન ગામમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “જે પરિણામો આવ્યા છે તે ઉત્તર કોરિયા, ચીન અને રશિયા જેવા છે, જ્યાં બધા મત એક જ પક્ષને જાય છે.” તેમણે કહ્યું, “બાસઠ લાખ નામો દૂર કરવામાં આવ્યા હતા અને ૨૦ લાખ નામો ઉમેરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું નથી કે કોના નામ દૂર કરવામાં આવ્યા હતા અને કોના નામ ઉમેરવામાં આવ્યા હતા.” સિંહે કહ્યું કે દરેકને જાણવાનો અધિકાર છે કે તેમનો મત તેમના ઈચ્છિત ઉમેદવારને ગયો કે નહીં.તેમણે કહ્યું, “મારો મત ગણવો જાઈએ. મને એક રસીદ મળવી જાઈએ જે દર્શાવે કે મારો મત ક્્યાં ગયો. દુનિયામાં જ્યાં પણ ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)નો ઉપયોગ થાય છે,  ત્યાં બટન દબાવ્યા પછી રસીદ આપવામાં આવે છે. લોકોને ઈફસ્ પર વિશ્વાસ આવે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે.”મહિલા ઉદ્યોગસાહસિકોને ૧૦,૦૦૦ પૂરા પાડતી ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ બિહાર ચૂંટણીમાં મુદ્દો બની હતી કે કેમ તે પૂછવામાં આવતા, કોંગ્રેસના નેતાએ કહ્યું, “આ કોના પૈસા છે? આ જનતાના પૈસા છે. તમે એક હાથે જનતા પાસેથી પૈસા લો છો અને બીજા હાથે પરત કરો છો.”મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન અંગેના પ્રશ્નનો જવાબ આપતા સિંહે કહ્યું કે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ચૂંટણી પંચ જવાબદાર છે. ચૂંટણી પંચ અંગે તેમણે કહ્યું, “તેઓએ ખાતરી કરવી જાઈએ કે ફોર્મ ભરાયા છે. હવે તેઓ કહી રહ્યા છે કે તમે ફોર્મ ભરો, તમારા પિતાનું જન્મ પ્રમાણપત્ર, તમારા દાદાનું જન્મ પ્રમાણપત્ર લાવો. જે વ્યક્તિએ મેટ્રિક પાસ કર્યું નથી, તે મેટ્રિકનું પ્રમાણપત્ર ક્યાંથી મેળવશે?”તેમણે ચૂંટણી પંચ પર પ્રક્રિયાને જટિલ બનાવવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું, “તમારો પાસપોર્ટ આધારથી બનેલો છે, અને તમે આધારથી બેંક ખાતું ખોલી શકો છો. તો અહીં આધારનો ઉપયોગ કેમ નથી થઈ રહ્યો? સુપ્રીમ કોર્ટે પહેલેથી જ કહ્યું છે. તેઓએ ૧૧ દસ્તાવેજાની યાદી આપી છે, પરંતુ આધારનો સમાવેશ કર્યો નથી.