આઇપીએલ ઇતિહાસમાં સૌથી મોટો વેપાર જાહેર કરવામાં આવ્યો છે. આઇપીએલ ૨૦૨૬ માં રાજસ્થાન રોયલ્સનો ભૂતપૂર્વ કેપ્ટન સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે, જ્યારે સીએસકેના અનુભવી રવિન્દ્ર જાડેજા અને ઇંગ્લેન્ડના સેમ કુરનને ઇઇ ની ટીમમાં ઉમેરવામાં આવ્યા છે. દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝના સીઇઓ કાસી વિશ્વનાથને સીએસકે માંથી રવિન્દ્ર જાડેજાને બાકાત રાખવા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સમજાવ્યું કે ફ્રેન્ચાઇઝને આ નિર્ણય કેમ લેવો પડ્યો. વિશ્વનાથને જણાવ્યું હતું કે આ નિર્ણય મુશ્કેલ હતો, પરંતુ ટીમ કોબ્મીનેશનને ધ્યાનમાં રાખીને લેવો પડ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે આ બાબતે જાડેજા સાથે તેમની લાંબી ચર્ચા થઈ હતી.કાશી વિશ્વનાથને જણાવ્યું હતું કે ટીમ મેનેજમેન્ટને ટોપ ઓર્ડરમાં ભારતીય બેટ્સમેનની જરૂર લાગી. હરાજીમાં ઘણા બધા ભારતીય બેટ્સમેન ઉપલબ્ધ નહીં હોય, તેથી તેમને લાગ્યું કે ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેનને ખરીદવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેને ટ્રેડ વિન્ડો દ્વારા ખરીદવો. તેથી, તેમને આ નિર્ણય લેવો પડ્યો, અને આ નિર્ણય ટીમ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો હતો, અને જાડેજાને બાકાત રાખવાનો ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો, જેમણે વર્ષોથી ઝ્રજીદ્ભની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટીમ મેનેજમેન્ટ તરીકે સીએસકે દ્વારા આ કદાચ સૌથી મુશ્કેલ નિર્ણયોમાંનો એક હતો. સીએસકેમાં વર્તમાન સંક્રમણને ધ્યાનમાં રાખીને, ટીમ મેનેજમેન્ટે મુશ્કેલ નિર્ણય લીધો. તે જરૂરી હતું કે અમે સંબંધિત ખેલાડીઓ સાથે સલાહ લઈએ, અને પરસ્પર સંમતિ પછી જ અમે આ નિર્ણય પર પહોંચ્યા.સીએસકેના સીઆઇઓએ વધુમાં જણાવ્યું, “જ્યારે મેં જાડેજા સાથે વાત કરી, ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જા તેમના માટે તક હોય, તો તેમણે ચોક્કસપણે તેનો લાભ લેવો જાઈએ. તેમને એમ પણ લાગે છે કે તેઓ તેમના વ્હાઇટ-બોલ કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. તેથી, તેમને એમ પણ લાગ્યું કે તેમને બ્રેક મળી શકે છે. ચાહકો ભાવનાત્મક રીતે ખૂબ જ દુઃખી થશે, કારણ કે તેમને પહેલાથી જ તેમના તરફથી અસંખ્ય સંદેશાઓ મળી ચૂક્યા છે.”સંજુ વિશે, તેમણે કહ્યું, “તે આઇપીએલના સૌથી અનુભવી બેટ્સમેનોમાંનો એક છે, જેણે ૪,૫૦૦ થી વધુ રન બનાવ્યા છે અને રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ પણ કર્યું છે. તેની પાસે અનુભવ છે અને તે ફક્ત ૩૦ વર્ષનો છે, તેથી અમને લાગ્યું કે તે ભવિષ્ય માટે સીએસકે માટે એક સારો વિકલ્પ હશે.”









































