જિલ્લામાં દિવ્યાંગ બાળકો માટે તમામ તાલુકા ક્લસ્ટર કક્ષાના રિસોર્સ રૂમ પર માનદ વેતન પર થેરાપીસ્ટની સુવિધા પૂરી પાડવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો, એન.જી.ઓ.એ અરજી કરવી. ફિજીયોથેરાપીસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ડીપ્લોમાં ઈન ફિજીયોથેરાપી ડી.બી.ટી અથવા બેચરલ ઓફ ફિજીયોથેરાપી બી.પી.ટી છે. ઓડિયોલોજી અને સ્પીચ થેરાપીસ્ટ માટે લાયકાત ડીપ્લોમા ઈન હિયરિંગ લેંગ્વેજ એન્ડ સ્પીચ ડી.એચ.એલ.એસ અથવા બેચરલ ઓફ સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી બી.એ.એસ.એલ.પી છે. સાયકોલોજીસ્ટ માટે લાયકાત બેચરલ ઓફ આર્ટસ ક્લિનીક સાયકોલોજીસ્ટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં ઈન ક્લિનીકલ એન્ડ કોમ્યુનિકેશન સાયકોલોજી છે. ઉમેદવારો, એન.જી.ઓ.એ તમામ શૈક્ષણિક અનુભવના પ્રમાણપત્રોની નકલ સહિત દિન ૭માં રજીસ્ટર એ.ડી.થી જિલ્લા પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષા, રોયલ કોમ્પ્લેક્ષ, ચીતલ રોડ, અમરેલીને સમય મર્યાદામાં અરજી કરવી.





































