જાફરાબાદના લોઠપુર ગામે ‘માલઢોર સાઇડમાં લઇ લે’ તેમ કહી ગાળો બોલીને ડેલ પર ધોકા મારવામાં આવ્યા હતા. બનાવ અંગે હમીરભાઈ ઉકાભાઈ લુણી (ઉ.વ.૫૧)એ બાબુભાઇ વાસુરભાઇ ધાખડા, વિજયભાઇ બાબુભાઇ ધાખડા, લાલભાઇ બાબુભાઇ ધાખડા, ધીરૂભાઇ દેવકુભાઇ ધાખડા તથા ઉદયભાઇ ધાખડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ તેમના દીકરાને ‘માલઢોર સાઇડમાં લઇ લે’ તેવું કહી મનફાવે એમ ગાળો આપવા લાગ્યા હતા. તેમણે ગાળો આપવાની ના પાડતા સારૂ ન લાગતા ધારીયું લઇ તેમને મારવા દોડ્યા હતા. તેમજ છરી વડે હાથની આગળીઓમાં ઇજા પહોંચાડી ગાળો બોલીને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. જે બાદ હાથમાં ધોકા લઇ તેના ડેલા ઉપર ધોકા મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.પી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.






































