સોલા પોલીસે અમદાવાદમાં સ્કાચ વ્હીસ્કી બનાવવાનો જાલ પકડ્યો છે. એસ.જી. હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક જપ્ત કર્યા પછી, સોલા પોલીસે ચાંદલોડીયા વિસ્તારમાં આવેલા ગજરાજ સોસાયટીમાં દરોડો પાડ્યો. અહીં કિરણ દિનેશભાઈ ખટીકે રાજસ્થાનથી લાવેલા દારૂમાં ભેળસેળ કરીને સ્કાચ વ્હીસ્કી તૈયાર કરી વેચતા હોવાનો પર્દાફાશ થયો. આ નકલી સ્કાચ ૩૦૦ રૂપિયામાં તૈયાર થઇને ૩,૦૦૦ થી ૫,૦૦૦ રૂપિયા સુધી વેચાતી હતીપોલીસે એસ.જી. હાઈવે પરથી પસાર થતી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપ્યા બાદ વધુ એક કેસ કર્યો છે. દારૂ પકડવાના અનેક કિસ્સાઓ રોજબરોજ સામે આવે છે, પરંતુ ભેળસેળવાળો વિદેશી દારૂ ક્્યારેક ક્્યારેક જ પકડાતો હોય છે. અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં આવેલી સોસાયટીના એક મકાનમાં રેડ કરી સોલા પોલીસએ ભારતીય વિદેશી દારૂમાં ભેળસેળ કરીને સ્કાચ વ્હીસ્કી બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે.ગત મહિનાના અંતમાં સોલા પોલીસએ બાતમીના આધારે પોલીસ સ્ટેશન પાસેથી એક ટ્રક આંતરીને તેમાંથી ૩૦.૯૦ લાખનો વિદેશી દારૂ પકડ્યો હતો. એકસાઈઝ ચોરીવાળો ફાર સેલ ઈન પંજાબ આૅન્લી લખેલો દાણચોરી કરીને લવાયેલો વિદેશી દારૂ અને ટ્રક સહિત ૫૦.૯૨ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પકડાયેલો દારૂ સરકારી દવાના બાક્સની આડમાં ગુજરાતમાં ઘૂસાડીને સૌરાષ્ટÙ લઈ જવાતો હતો. પોલીસે  ચાંદલોડીયા તળાવ પાસેની ગજરાજ સોસાયટી વિ-૩ના મકાન નં.૨૩૧ ખાતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી નાની/મોટી અને ખાલી/ભરેલી વિદેશી દારૂની ૬૫ બાટલ મળી આવી હતી. ખાલી બાટલો ઉપરાંત ૧૦ આખા ઢાંકણા પણ મળી આવ્યા હતા. સોલા પોલીસે કિરણ દિનેશભાઈ ખટીક (ઉ.૨૯)ની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.દારૂની ખાલી/ભરેલી બાટલો અને આખા ઢાંકણા મળી આવતા પોલાસે કિરણ ખટીકની પૂછપરછ આરંભી હતી. છેલ્લાં ત્રણેક મહિનાથી કિરણ ખટીક રાજસ્થાનથી લાવેલા દારૂમાં ભેળસેળ કરીને સ્કાચ વ્હીસ્કીની ખાલી બાટલોમાં ભરીને પ્યાસીઓેને વેચતો હતો. ભંગારવાળાના  ત્યાંથી સ્કાચની ખાલી બાટલો તેમજ આખા ઢાંકણા દોઢસોથી ૨૦૦ રૂપિયામાં ખરીદી લાવતો અને તેમાં રાજસ્થાનથી લાવેલો દારૂ ભરી દેતો. ૩૦૦ રૂપિયામાં તૈયાર થઈ જતી સ્કાચ વ્હીસ્કીની બાટલ બ્રાન્ડ અનુસાર ૩ હજારથી લઈને ૫ હજાર રૂપિયા સુધીમાં ગ્રાહકોને પધરાવતો હતો.