કમોસમી વરસાદ અને માવઠાથી થયેલા નુકસાનને પગલે રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂ. ૧૦ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, જેને અમરેલી એ.પી.એમ.સી.ના પૂર્વ ચેરમેન તથા હાલ ડાયરેક્ટર પી.પી. સોજીત્રાએ આવકાર્યું છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. ૨૨ હજારની સહાય મળશે, મહત્તમ ૨ હેક્ટર સુધી રૂ. ૪૪ હજાર મળશે. સાથે રાજ્ય સરકારે રૂ. ૧૫ હજાર કરોડની કૃષિ જણસીઓ ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. સોજીત્રાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.