બેંગાલુરુને આ વખતે પણ ફાઇનલની યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું છે. જૂનમાં આરસીબીના આઈપીએલ વિજય ઉજવણી દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં સર્જાયેલી મોટી દુર્ઘટના બાદ, કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન જરૂરી મંજૂરીઓ મેળવવામાં નિષ્ફળ ગયું. બીસીસીઆઇએ આવતા વર્ષે યોજાનાર ટી ૨૦ વર્લ્ડ કપ માટે અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈને શોર્ટલિસ્ટ કર્યા છે. ટુર્નામેન્ટની ફાઇનલ અમદાવાદમાં રમાશે.૨૦૨૩ના વનડે વર્લ્ડ કપની ફાઇનલ પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાઈ હતી , જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે જેમાં ૧,૦૦,૦૦૦ થી વધુ દર્શકોની ક્ષમતા છે. તે સમયે આ સ્થળે કુલ ૧૦ મેચ રમાઈ હતી.બેંગાલુરુને આ વખતે પણ ફાઇનલની યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું છે. જૂનમાં આરસીબીના આઈપીએલ વિજય ઉજવણી દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં સર્જાયેલી મોટી દુર્ઘટના બાદ, કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન જરૂરી મંજૂરીઓ મેળવવામાં નિષ્ફળ ગયું. આ ઘટનામાં અગિયાર લોકો મૃત્યુ પામ્યા હતા, અને ત્યારથી સ્ટેડિયમમાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર,આઇસીસી આગામી અઠવાડિયે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી આ ટુર્નામેન્ટનું સંપૂર્ણ સમયપત્રક જાહેર કરશે. ભારત સાથેના કરાર મુજબ, આ ટુર્નામેન્ટ શ્રીલંકા સાથે સહ-આયોજિત કરવામાં આવશે , જ્યાં શ્રીલંકા પાકિસ્તાનની મેચો માટે તટસ્થ સ્થળ તરીકે સેવા આપશે.શ્રીલંકાના ત્રણ સ્થળોએ મેચ રમાશે, જેમાં કોલંબો પણ સામેલ છે. ભારત પોતાની ધરતી પર ડીફેન્ડીંગ ચેમ્પિયન તરીકે રમશે. ટીમે જૂનમાં બાર્બાડોસમાં છેલ્લો ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતમાં પસંદ કરાયેલા તમામ પાંચ સ્થળો ટાયર-૧ શહેરોમાં છે અને ત્યાં મોટી સંખ્યામાં દર્શકો આવે તેવી અપેક્ષા છે.જા પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે, તો ટાઇટલ મેચ શ્રીલંકામાં માશે.આઇસીસી,બીસીસીઆઇ અને પીસીબી વચ્ચેના કરાર મુજબ, ભારત અને પાકિસ્તાન ૨૦૨૭ સુધી તેમની બધી મેચ તટસ્થ સ્થળોએ રમશે, પછી ભલે તે યજમાન દેશ કોઈ પણ હોય.








































