અનેક જિલ્લામાં માવઠાના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. અમરેલી જિલ્લામાં આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતોને મદદ કરવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા વડિયામાં મામલતદાર કચેરી ખાતે આજે આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં મુખ્ય ચાર માગણી કરવામાં આવી હતી. જેમાં (૧) ખેડૂતોના પાક ધિરાણ માફ કરવા (૨) મગફળીની ખરીદી તત્કાલ શરૂ કરવી, ૨૦૦ મણ મગફળી ખરીદવી, ખરીદીના માપદંડ હળવા કરવા (૩) રવિ પાકના વાવેતર માટે ખાતરની અછત દૂર કરવી અને (૪) જૂની પાક વીમા યોજના શરુ કરવાનો સમાવેશ થાય છે.







































