સફર દરમિયાન કયાંક વાતાવરણને કારણે, કયાંક ફૂડને કારણ કે કયાંક પાણીને કારણે આપના સ્વાસ્થ્ય પર કોઇ સમસ્યા આવી પડે, તો એને નિવારવાના આ ઉપાય અપનાવો અને સફરનો ખુલ્લાં મને આનંદ ઉઠાવો…!
સફર દરમિયાન તબિયત બગાડવાને ટ્રાવેલ સિકનેસ કહે છે. જો કે આ બહુ અનિયમિત પરિસ્થિતિ હોય છે, જે સંપૂર્ણપણે તોડી દે છે. સફરમાં થનારી આ પીડા કોઇને પણ થઇ શકે છે, જો કે મહિલાઓ અને ૩ થી ૧ર વર્ષ સુધીના બાળકોને આ પરેશાની વધુ અસર કરે છે.
ટ્રાવેલ સિકનેસ કાનના આંતરિક હિસ્સાને બેચેન કરી દેખારી અસર છે, જે વારંવાર થનારી ગતિવિધિઓ જેવી કે સાગરના મોજા, ઓટોનો અવાજ, પ્લેનનો અવાજ વગેરે કારણસર આ અસર થાય છે. કાનનો આંતરિક ભાગ એવી ચીજાના વિવિધ ઇશારાઓને મહેસૂસ કરે છે, જેને તમારી આંખ જુએ છે અને પછી તે મગજને સંદેશો મોકલે છે અને પરેશાની ઉત્પન્ન કરે છે.
ટ્રાવેલ સિકનેસના લક્ષણ: ઉબકા આવવા, ત્વચા પીળી પડવી, પસીનો છૂટવો, ઊલટી થવી, ચક્કર આવવા, માથું દુઃખવું, થાક લાગવો વગેરે.
ટ્રાવેલ સિકનેસના કારણ: સફર દરમિયાન થનારી આ પરેશાનીનું સૌથી મોટું કારણ એ છે કે, આ ન્યૂરોટોકિસનની વિરૂધ્ધ માનસિક સુરક્ષારૂપે પેદા થાય છે. આપણું શરીર જે ગતિમાં હોય છે, એની ખબર આપણું મગજ સંવેદન સિસ્ટમના અલગ-અલગ ભાગો – કાનના અંદરના ભાગો, આંખો વગેરે દ્વારા મેળવે છે. જો આંખો મગજને બતાવે છે કે વ્યક્તિ ઊભેલા છે, જયારે વેસ્ટિબુલર, ફ્રેમવર્કમાં માથાની ગતિવિધિઓનો ખ્યાલ આવે છે, તો એ મગજને સંદેશો આપીને ચકરાવે ચઢાવી દે છે અને સફર દરમિયાન થનારી પરેશાનીનો સંકેત આપે છે, કાનના આંતરિક ભાગો દ્વારા ગતિવિધિઓની ઓળખ ન કરાતા સફર દરમિયાન થનારી પીડા નથી થતી, જેથી ખબર પડે છે કે સફરમાં થનારા કષ્ટને વધારવામાં કાનનો આંતરિક ભાગ મૂળ ભૂમિકા નિભાવે છે.
નેત્રહીન લોકોમાં પણ સફર દરમિયાન થનારી પીડા જાવા મળવાનું કારણ એ મનાય છે કે દ્રશ્ય ઇનપુટ એમનામાં ઓછી ભૂમિકા નિભાવે છે. મૂવમેન્ટ સિકનેસ શક્ય છે ત્યાં સુધી જટિલ પ્રકારના ડેવલપમેન્ટને કારણે થાય છે.
પરેશાનીઓને દૂર કરવાના – ઘટાડવાના ઉપાય: સફર દરમિયાન હંમેશાં કુદરતી હવા લેવાનો પ્રયાસો કરો, કેમ કે આપના માટે શ્વાસ લેવો જરૂરી હોઇ, તમે સારૂં મહેસૂસ કરશો.
દરિયાઇ સફર દરિમયાન માથા અને શરીરની ગતિવિધિઓ ઓછી કરો. તમે આરામ કરી શકો છો કે કમર ટેકવી શકો છો. કોઇ તકિયા દ્વારા આપના માથાને સ્થિર રાખી શકો છો.
પોતાને એવી સ્થિતિમાં રાખો, જ્યાં આપને ઓછામાં ઓછી ગતિવિધિઓનો અહેસાસ થાય, જેવી કે કોઇ જહાજમાં વિંગ્સની ઉપર.
જ્યારે ઓટો કે ગાડી દ્વારા સફર કરતી વખતે પરેશાની થાય, તો પાછળની સીટ પર બેસવાથી બચો, પાછળ બેસીને પુસ્તક વાંચવાને બદલે સામેની સીટ પર બેસવાથી આપને ગતિ સંબંધિત પ્રોબ્લેમ ઓછા પરેશાન કરશે જે આ પરેશાનીથી દૂર રાખશે.
લાંબી સફરમાં બહુ વધુ પડતું ન ખાવ, દરિયાઇ સફર પૂર્વે હળવું ભોજન લો અને લાંબા ટ્રેક પર ઓછી માત્રામાં થોડી થોડીવારે ખાવ.
સફર દરમિયાન કયારેય તમારી આંખો બંધ ન કરો, કેમ કે એનાથી કેટલીક ગતિવિધિઓનો અહેસાસ અધિક થાય છે, અને આપને ટ્રાવેલ સિકનેસ શરૂ કરી દેશે.
દવા કાનોની અંદરના ભાગોની તંત્રિકાઓને અને મગજની ઉબકાઓ સામેની પ્રતિક્રિયાને શાંત કરી દે છે. દવા ત્યારે વધુ કારગર બને છે, જયારે તેને પરેશાનીનો અહેસાસ થતાં પૂર્વે જ લેવાઇ જાય.
આ પરેશાનીઓથી બચાવા માટે બારીની બહાર જુઓ કે તાજી હવાની અવરજવર માટે બારીઓને ખોલી નાખો.
ઝોકું લેવાથી સાઇકોડેનિક અસરથી પણ રાહત મળે છે.
ટ્રાવેલ સિકનેસથી બચાવાનો એક સરળ ઉપાય કંઇક ચાવતા રહેવાનો પણ છે. સફર દરમિયાન ચ્યુઇંગમ, કોઇ આયુર્વેદિક ગોળી, ચોકલેટ કે અન્ય સ્વાસ્થ્યપ્રદ ચીજવસ્તુ ચાવ્યા કરવાથી કે મોંમાં ચગળ્યા કરવાથી પણ રાહત મળે છે.
કેટલાક લોકોને કાંડે બેંડ પહેરવાથી પણ રાહત મળે છે, જે નીડલ પોઇન્ટ થેરેપી (પી૬૦) પર દબાવ નાખે છે.
આદુ કે સૂંઠ ટ્રાવેલ સિકનેસને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. ઊલટી – ઊબકાના ઉપાય માટે પરાપૂર્વથી આદુ – સૂંઠનો ઉપયોગ કરાઇ રહ્યો છે.











































