સાવરકુંડલાના દોલતી ગામેથી યુવતી ઘરેથી ચાલી નીકળી હતી. શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે વિનુભાઈ મધુભાઈ પિલુકીયા (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી ચેતનાબેન (ઉ.વ.૧૯) દોલતી ખાતેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી અને ઘરે પરત ફરી નહોતી.










































