તોરીના રામપુર ગામે આપાગીગા બાપુની જન્મભૂમિ મંદિરે ૨૫થી ૨૭ ઓક્ટોબર દરમિયાન ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આ તકે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાશે, જેમાં સૌરાષ્ટ્રના તમામ મોટા સંતો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. હાલમાં જુવારા, યજ્ઞકુંડ મંડપ તેમજ અનેક વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં કરી રહ્યા છે, તેમ રામપુર ગામ સેવકગણ, ટ્રસ્ટીગણ અને આયોજકની યાદી જણાવે છે.









































