શાંતુએ મહેશના હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો. ગ્લાસ પકડવાની સાથે જ મહેશ બોલ્યો ઃ “મેં તો મીઠું પાન કયારનુંય ચાવી લીધું છે, ભાભી ! લાવો…, તમે પાણી લઇને આવ્યાં એટલે હું ના નહીં પાડું…” આમ બોલી મહેશે તો ઘટક ઘટક કરતા આખો ગ્લાસ ખાલી કરી નાખ્યો. ખાલી થયેલો ગ્લાસ ભાભીને પાછો આપ્યો એટલે શાંતુ તરત બોલી ઃ “હું તારાથી મોટી છું એટલે તને તો હું મહેશ કહીને જ બોલાવીશ, સમજ્યો…?”
“ એમાં શું…? ભાભી…, તમારો આવો તુંકારો તો મને ખૂબ ખૂબ ગમશે…”
“ તો…. હવે કહે મહેશ, સાંજના શું જમવું છે ? શરમાયા વગર સાચું કહેજે. ઘણા મહેમાન શરમમાં ને શરમમાં ભૂખ્યા રહે છે, બોલી શકતા નથી. પરંતુ મારા આ ઘરમાં તો બધું ખુલ્લું ખુલ્લું છે. જા ભોજન મનગમતું મળે તો મીઠો મીઠો ઓડકાર આવે, સાચું ને ? ”
“સાવ સાચું કહું ભાભી…. ? ગળપણથી તો મને પહેલેથી જ નફરત છે. મને સાવ દેશી ખાણું ખૂબ જ ભાવે. ખીચડી, કઢી, ભાખરી, છાસ એવું બધું…”
“લે…, ખીચડી તો હમણાં તૈયાર પણ થઇ જશે…”
“ શું વાત છે ભાભી…?”
“શાળાએથી આવી કે પહેલાં તરત જ મેં ખીચડી મૂકી દીધી. તે કઢીનું નામ લીધું છે ને…, એટલે હવે હું કઢી બનાવીશ, બસ ! સાથે દૂધ પણ ચાલશેને ?”
“જે હશે તે ચાલશે, હું કંઇ મહેમાન નથી….”
“મહેમાન નહીં પણ દોસ્ત અને મિત્ર તો ખરે જ. રણમલની જેમ તું પણ અમારો નાનો એવો મિત્ર, બરાબર છે ને દામલ….?”
“ હાસ્તો વળી, રણમલ તો દૂર દૂર છે, તું તો અમારી સામે જ છે…”
સાંજના સાડા સાત વાગે સંધ્યા સારી એવી ખીલેલી હતી એવા સમયે દરવાજામાં પગ મૂકતાં મહેશની ભરાવદાર અને નકોર કાયા તથા કુમળી વયને જાતાં જ શાંતુને મનોમન ખૂબ જ હરખ થયેલો. એમાં પણ મહેશે પાન ખાધું હોવાથી તેનું મોઢું લાલ લાલ જાઇને તો શાંતુ અતિશય આનંદમાં આવી ગયેલી. સાથે સાથે દામલના ગાઢ મિત્ર રણમલનો પણ તેણે મનોમન આભાર માન્યો. કારણ કે મિત્ર રણમલની ભલામણથી જ મહેશ અહી આવ્યો હતો. એ તો શાંતુને યાદ જ હતું. વળી દામલનું પોતાની સાથે ગોઠવવામાં રણમલની જ મુખ્ય ભૂમિકા હતી.
સાંજના સાડા આઠ વાગે શાંતુ, દામલ અને મહેશ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા. ખીચડી, સેવ – ટમેટાનું શાક, કઢી અને બે ત્રણ પ્રકારનાં અથાણાં, દૂધના પ્યાલા અને કડક કડક ભાખરી, આ બધું અલગ અલગ થાળીમાં શાંતુએ બધું પીરસ્યું હતું, હવે જમવાનું શરૂ થયું. જમતાં જમતા મહેશે પૂછયું : “આ આટલું બધું મારા માટે જ તમે બનાવ્યું ને ભાભી…?”
“ના હોં…. એવું નથી, અમે બેઉં કયાં જઇશું ? આ બધું ફક્ત તારા માટે નહીં પણ આપણાં બધાં માટે મેં બનાવ્યું છે. આજે નહીં પરંતુ રોજ રોજ રસાઇ તો આવી અને આટલી જ બનાવવાની હોય, આ કંઇ નવું નથી. આ તારા ભાઇને પૂછી જા, હું કંઇ ખોટું નથી બોલતી…”
શાંતુનું આવું કથન સાંભળી દામલ તરત જ બોલ્યો: “સાચી વાત છે, મહેશ ! તારી ભાભીની આ વાત સાચી છે, હું ના કહું તો પણ રોજ રોજ તે આવું જુદુ જુદુ બનાવે છે, સાચું કહું ? મને હોટલે કે લોજમાં તો જરાય ફાવતું જ નથી. બસ, શાંતુના હાથની રસોઇ જ મને ભાવે છે.
“ આ તો ખૂબ સારૂં કહેવાય, ખરે જ હું સાચું કહું છું. અત્યારની રસોઇ મને તો ખૂબ ખૂબ પસંદ પડી. આવું સરસ ખાણું મેં પહેલીવાર ખાધું છે… હા…, હું આ ખોટા વખાણ નથી કરતો…”
આમ જમવાનું પુરૂં થયું. દામલ અને મહેશ રસોઇ ઘરમાંથી બહાર નીકળી બેઠકરૂમમાં સોફા પર બેઠા. શાંતુ તો રસોડાના કામમાં લાગી ગઇ. દામલે ટી. વી. ચાલુ કર્યું. તેને સમાચાર જાવાની આદત હોવાથી બસ એક જ ચેનલ ઘણીવાર સુધી તેણે જાયા કરી. રાતના સાડા નવ થવામાં હવે થોડીવાર બાકી હતી ત્યારે શાંતુએ બેઠકરૂમમાં પ્રવેશ કર્યો. શાંતુને જાતા જ મહેશ સાચે જ ચમકી ગયો. અત્યારે કિંમતી ગાઉનમાં શાંતુ ખરેખર નાની છોકરી જેવી દેખાઈ રહી હતી. વળી તેની સુંદરતા પણ કોણ જાણે આવા ડ્રેસમાં ખૂબ જ ખીલી ઊઠી હતી. હા, એક વાત હતી, તેણે પહેરેલો ગાઉન સાવ ખુલ્લો અને વળી અર્ધપારદર્શક જેવો પાતળો હતો. કદાચ એના લીધે પણ એ અત્યંત મોહક દેખાઈ રહી હશે. (ક્રમશઃ)











































