ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી નિલેશભાઈ અનિલભાઈ ખોરાસીએ ભાવનગર જેલ ખાતેથી વચગાળાના જામીન પર છુટીને પેરોલ જમ્પ કરીને ફરાર થયેલ હતો. તે હૈદરાબાદ ખાતે હોવાની બાતમી ગીર સોમનાથ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરીને મળેલ. જે અંગે ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાને જાણ કરતા તેમણે હૈદરાબાદ ખાતે જઈ આરોપીને પકડવા સૂચના અને માર્ગદર્શન આપેલ. એલસીબીના ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલ દ્વારા સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ તથા ટીમે હૈદરાબાદ જઇને સ્થાનિક પોલીસની મદદ લઈ બાતમીવાળી જગ્યાએ પેરોલ જમ્પ કરેલ નિલેષ ખોરાસીને પકડીને ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપેલ.








































