અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી ૨૪ વર્ષના જનવિશ્વાસ, સેવા અને સમર્પણની ગાથા પહોંચી રહી છે. આ કડીના ભાગરૂપે રવિવારે અમરેલી સ્થિત સેન્ટર પોઈન્ટ ખાતે નગરપાલિકા અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી નગરપાલિકા અંતર્ગત આયોજિત વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
લાભાર્થીઓને આભા કાર્ડનો લાભ પણ પૂરો પાડવામાં આવ્યો હતો. ઉપરાંત પીએમ સ્વનિધિ યોજના હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સને રૂ. ૧૫ હજાર અને રૂ. ૨૫ હજારના સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. અમરેલી સ્થિત સેન્ટર પોઈન્ટ ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, ઉપપ્રમુખ, નગરપાલિકા મુખ્ય અધિકારી વિનોદભાઈ રાઠોડ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.







































