જાફરાબાદના ટીંબી ગામે સોંદરડી ગામના પાટીયા પાસે બે પક્ષો વચ્ચે તકરાર થતા સામસામી ફરિયાદ નોંધાવી હતી. જુનેદભાઈ કાસમભાઈ સરવૈયા (ઉ.વ.૩૦)એ અરમાનભાઈ અકબરભાઈ કુરેશી, અકબરભાઈ અલારખભાઈ કુરેશી તથા જહાગીરભાઈ અકબરભાઈ કુરેશી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓ ટીંબી ગામના ગૌચરમાં હોટલ બનાવતા હતા. તેઓ પત્રકાર તરીકે કામ કરતા હોય જે વાતનો ખાર રાખી તેઓ તેની વાડીએ જતા હતા એ વખતે સોંદરડી ગામના પાટીયા પાસે પહોંચતા તેમને ‘તું શું સામું જોવે છે’ તેમ કહ્યું હતું. જેથી તેમણે ‘હું મારી વાડીએ જાવ છું’ તેમ કહેતા ગાળો આપવા લાગ્યા હતા. તેમણે ગાળો આપવાની ના પાડતા લાકડી માથાના ભાગે મારી, જમીન પર પછાડી દઈ, શરીરે મુંઢ ઈજાઓ કરીને છરી લઈને મારવા દોડ્યા હતા અને ગાળો આપી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ અકબરશા અલારખશા કુરેશી (ઉ.વ.૫૦)એ જુનેદભાઈ કાસમભાઈ સરવૈયા તથા જુનેદભાઈના પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ ટીંબી ગામે સોંદરડી ગામ જવાના રસ્તે ઈંડાની લારી ચલાવતા હોય અને ત્યાં બાજુમાં આરોપીની વાડી આવેલી હોવાથી આરોપીને ગમતું નહોતું. જેથી તેમની લારી પાસે આવીને ‘આ તારી ઈંડાની લારી અહીંથી હટાવી લેજે નહીંતર હું આ ઈંડાની લારી તોડી નાખીશ’ તેમ કહી ગાળો આપી હતી.ઉપરાંત મારી નાખવાની ધમકી આપી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એન. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.








































