સાવરકુંડલાના એક વેપારીનું રૂપિયા ૨૦ હજારની કિંમતનું બાઈક ચોરાયું હતું. બનાવ અંગે મુકેશભાઈ પરશુરામભાઈ કુશવાહા (ઉ.વ.૩૧)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ રજકાપીઠ ખાતે પોતાની પાણીપુરીની લારીએ આવ્યા હતા. ચામુંડા વેલ્ડીંગ વર્ક્સ નામની દુકાન પાસે રોડની સાઇડમાં પોતાનું બાઈક પાર્ક કર્યું હતું. રૂ.૨૦,૦૦૦ની કિંમતના બાઈકની અજાણ્યો ઇસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.








































