ધારીમાં એક યુવકે ઝેરી ટિકડા પીધા હતા. જે બાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત થયું હતું. બનાવ અંગે અનિલભાઇ મગનભાઇ સરવૈયાએ જાહેર કર્યા મુજબ, મગનભાઇ રામજીભાઇ સરવૈયા કોઇ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા પી લેતા સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.









































