સાવરકુંડલાની પરિણીતા પર અમદાવાદમાં સાસરિયા દ્વારા સિતમ ગુજારવામાં આવ્યો હતો. જેને લઈ મહિલાએ પરત ફર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નફસીનબેન મોઈનશા દિવાન (ઉ.વ.૩૧)એ અમદાવાદમાં રહેતા પતિ મોઈનશા ભીખુશા દિવાન, સસરા ભીખુશા મુર્તુજા દિવાન સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પતિએ માનસિક શારીરિક દુઃખ ત્રાસ આપ્યો હતો. તેમજ જેમ ફાવે તેમ ગાળો બોલી હતી અને ઢીકાપાટુ માર્યા હતા. સસરાએ ઘરકામ તેમજ કરિયાવર મુદ્દે મેણાટોણા મારી ગાળો આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કેતનભાઈ દેવજીભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.










































