જાફરાબાદમાં જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા પિન્ક મન્થની ઉજવણી અંતર્ગત સેમિનાર યોજાયો હતો. જેમાં નેશનલ હેલ્થ મિશન અને આઈસીડીએસના ૨૭૦ કર્મચારીઓ જોડાયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઓક્ટોબર મહિનો સ્તન કેન્સર જાગૃતિ માસ તરીકે ઉજવવામાં આવે છે.