સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ૪, પ અને ૬ માં રહેતા લાભાર્થીઓ માટે પોષણ માસ અંતર્ગત જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં પાલિકાના સદસ્યો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. આ તકે સદસ્ય કેશવભાઈ બગડા અને કો-ઓર્ડીનેટર વનીતાબેન દ્વારા લાભાર્થીઓને પોષણયુક્ત આહાર તેમજ સરકાર દ્વારા બાલ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણ શક્તિનો લાભાર્થીઓ આહારમાં વધુ ઉપયોગ કરે તે બાબતે સમજ આપી હતી. કુપોષિતમાંથી અપગ્રેડ થયેલા બાળકો અને વાલીઓને ચિત્રપોથી, કલર, રૂમાલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.






































