ગુરૂવારે રોજ પોષણ માસ વિકાસ સપ્તાહ અને પોષણ સંગમ જાગૃતિ દિવસ અંતર્ગત આઇસીડીએસ શાખાના મોટા ઉજળા ગામમાં તાલાળી, સનાળી, અનિડા, ખજુરી પીપળીયા, ભૂખલી સાથળી ગામના તમામ વર્કર બહેનો દ્વારા પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં Thr /મીલેટ્સમાંથી બનાવેલ વાનગી નિર્દેશન પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટનું નિર્દેશન કરવામાં આવેલ તે ઉપરાંત આ કાર્યક્રમમાં મોટા ઉજળાના સરપંચ વિપુલભાઈ ખીમાણી, હાઇસ્કૂલના કર્મચારીઓ તેમજ ICDS વિભાગના સુપરવાઇઝર શોભનાબેન સોલંકી તેમજ ગામના વાલીઓ, સગર્ભા માતાઓ, અપગ્રેડ બાળકો કિશોરીઓ વગેરે લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ તમામ લાભાર્થીઓને પોષણ અંગે માર્ગદર્શન આપેલ તેમ જ ICDS વિભાગની વિવિધ યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવેલ હતી.મુખ્ય મહેમાનોના વરદ હસ્તે તમામ સગર્ભા માતા તેમ જ અપગ્રેડ બાળકો કિશોરીને કીટનું વિતરણ કરવામાં આવેલ અને કુપોષણ નાબૂદી અંગે માહિતગાર કરવામાં આવેલ હતા.







































