દામનગરના હજીરાધાર પ્રાથમિક શાળાના આચાર્ય પદે સેવારત મનુબેન ચાવડા સેવા
નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો હતો. વિવિધ મહાનુભાવોએ મનુબેન ચાવડાના સમગ્ર જીવન કવનને તાદ્રશ્ય કરાવતા અનેક સ્મૃતિઓ વાગોળી હતી. આ તકે ગૌરાંગભાઈ જોશી, જરખિયા શાળાના રમેશભાઈ ગોહિલ, બીઆરસી પીયૂષભાઈ ભાલવવા, ધામેલ ધામેલપરા શાળા પરિવાર સ્થાનિક અગ્રણી નારણભાઈ મકવાણા, ધીરુભાઈ કાલીયાણી, પત્રકાર વિનુભાઈ જયપાલ, સંગીતાબેન કાલીયાણી, આંગણવાડી વર્કર મીનાબેન માંગુકિયા, મભયોના મંજુલાબેન એમ. બોરીચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મનુબેનને સેવાની સરાહના સાથે શાલ, શિલ્ડ, સન્માનપત્ર, પુસ્તકો, સ્મૃતિચિન્હ, સાકર પડો અર્પી વિદાયમાન અપાયું હતું.










































