અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘શક્તિ’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા પર અસર જાવા મળી રહી છે.દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જાવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા ઊંચા મોજા જોવા મળ્યા છે. જ્યારે દ્વારકા જિલ્લાના તમામ દરિયાઈ વિસ્તાર પર માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવા કડક સુચના અપાઈ છે.સાથે જ દરિયામાં બોટ સાથે પરત આવી જતા સૂચના બહાર પડાઈ છે. તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.’શક્તિ’વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ છે. દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ડિઝાસ્ટરની ટીમ સતત નજર રાખી રહી છે.જિલ્લાના તમામ કંટ્રોલરુમ કાર્યરત કરાયા છે. અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા આદેશ અપાયા છે.માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના અપાઈ છે.ગીર સોમનાથ અને દીવના કાંઠા પર વાવાઝોડાની અસર દેખાઈ છે.પ્રવાસન સ્થળ દીવ અને ગીર સોમનાથના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે. વેરાવળ બંદર પર ૩ નંબરનું સિગ્નલ યથાવત છે. જ્યારે દરિયામાં માછીમારી કરતા માછીમારોને ગુજરાત અને મહારાષ્ટ્રના જેતે બંદર પર બોટો લઈ પરત ફરવા આદેશ અપાયા છે.પોરબંદરના દરિયામાં હાલ કરંટ જોવા મળ્યો છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી છે. સાથે જ માછીમારો દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરિયાકાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.પોરબંદરના દરિયામાં હાલ કરંટ જોવા મળ્યો છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી છે. સાથે જ માછીમારો દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરિયાકાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.કચ્છમાં પણ વાવાઝોડાની અસર જાવા મળી રહી છે. કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. વાદળછાયા વાતાવરણ બાદ પશ્ચિમ કચ્છમાં વરસાદ પડ્યો છે. મુંદ્રા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બપોર બાદ પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી.