અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ, ચલાલા શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા પખવાડિયા’ કાર્યક્રમના આયોજન માટે એક અગત્યની બેઠક યોજાઈ હતી.
ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડીયાના કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં આગામી સેવાકીય કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં ધારાસભ્ય જે.વી. કાકડીયા, સુરેશભાઇ ગમારા, અમરેલી જિલ્લા
ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જેન્તીભાઈ પાનસુરીયા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ ભયલુભાઈ વાળા, ઉપપ્રમુખ પ્રવિણભાઈ માળવીયા, શહેર પ્રમુખ જીતુભાઈ કાથરોટીયા અને મહામંત્રીઓ ચિરાગભાઈ માલવીયા અને અશોકભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાનના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરને “સેવા પરમો ધર્મ”ના સિદ્ધાંત સાથે ઉજવવા માટે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેમાં રક્તદાન કેમ્પ,વૃક્ષારોપણ અભિયાન અને સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો પર વિશેષ ભાર મૂકવામાં આવશે.બેઠકમાં ઉપસ્થિત સૌએ આ કાર્યક્રમોમાં સક્રિય રીતે જોડાઈને સફળ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.