ટી.જે.બી.એસ. ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ તા.૧૪ના રોજ રાજુલાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાની મુલાકાત લીધી હતી. શાળામાં ચાલતા વોકેશનલ ટ્રેડ અંતર્ગત વોકેશનલ વિષયો ધરાવતી વિદ્યાર્થિની બહેનોએ શિક્ષણનાં ભાગરૂપે સંસ્થાની મુલાકાત લીધી હતી.ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં પ્રિન્સીપાલ ચિંતનભાઈ જાની, મહીપતભાઈ તથા તેમનાં સમગ્ર સ્ટાફ દ્વારા માહિતી આપવામાં આવી હતી.







































