બગસરા તાલુકાના મોટા મુંજીયાસરથી હળીયાદ જવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવાથી વારંવાર નાના-મોટા અકસ્માત બની રહ્યા છે. જો આ રસ્તાની તાત્કાલિક મરામત કરવામાં નહીં આવે તો આગામી જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ વિસ્તારના ગામલોકો મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચર્ચા થઇ રહી છે. આ ગામડાઓમાંથી બગસરામાં ધંધા અર્થે ઘણાં રત્ન કલાકારો અને વેપારીઓ પણ અપડાઉન કરતા હોય છે. આ રોડ ઉપર નવો પુલ બનાવવા ઘણા સમયથી ડાયવર્ઝન કાઢેલ છે, પરંતુ આજ દિન સુધી પુલની કામગીરી શરૂ કરવામાં આવેલ નથી. આથી વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.