શ્રી યુગ નિર્માણ ગાયત્રી ટ્રસ્ટ સંચાલિત હીરાબા મહિલા કોલેજ તથા રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા ખાતે તાલુકા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમ ધારી રેન્જ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય જે.વી. કાકડીયા અધ્યક્ષ સ્થાને રહ્યા. સાથે જ દાનેવધામના લઘુમહંત તથા વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુ ભગત, કોલેજ કાઉન્સિલર મહેશભાઈ મહેતા, ચલાલા નગરપાલિકા પ્રમુખ, સભ્યો તથા તાલુકા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ‘એક પેડ મા કે નામ’ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ૧૫૦ વિદ્યાર્થીઓને વનીકરણ તથા વન્યપ્રાણી વિષયક પુસ્તિકાઓ, લાઈનબુક, પોસ્ટર, પત્રિકા અને સ્ટિકરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કાકડીયા તથા મહાવીર બાપુએ બાળકોને અભ્યાસ માટે ચોપડીઓ પણ આપી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો હતો.









































