અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળેથી મળી ૮ જુગારીને ઝડપી પાડ્‌યા હતા. સાવરકુંડલામાંથી ત્રણ, બાબરાના તાઇવદર ગામેથી પાંચ જુગારી ઝડપાયા હતા. સાવરકુંડલામાંથી કીરીટભાઇ રમેશભાઇ રાઠોડ, મનુભાઇ અમરાભાઇ પરમાર તથા કરણભાઇ દેવશીભાઇ ખુમાણ હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા રૂ.૫૧૧૦ સાથે ઝડપાયા હતા. જ્યારે બાબરાના તાઇવદર ગામમાંથી શેરખાન ઇબ્રાહીમખાન ભોજવાણી, યુનુસખાન આરબખાન જલવાણી, ઇલીયાસભાઇ ઇકબાલભાઇ જલવાણી, ઇમરાનભાઇ હબીબખા જલવાણી તથા હુસેનભાઇ કાળુભાઇ ભોજવાણી જાહેરમાં હારજીતનો જુગાર રમતાં રોકડા ૩૧૫૦ સાથે પકડાયા હતા.