જૂનાગઢમાં કેદીને સુવિધા આપવાના મામલે પીએસઆઇ સહિત ૩ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.જેમાં પોલીસ હેડ ક્વાર્ટરના પીએસઆઇ સહિત ૩ કર્મીનો સમાવેશ થાય છે.આ બનાવમાં જૂનાગઢ જિલ્લા કેદીને સુવિધા આપવામાં આવી હતી.જેમાં ઉનાના અંજારનો બુટલેગર જિલ્લા જેલમાં બંધ હતો. મુદત માટે આ કેદીને દીવ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો.જેમાં આરોપીને દીવ હોટલમાં લઈ ગયા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તે સિવાય આરોપી અન્ય મિત્રો સાથે પણ બહાર ગયો હતો.આમ આ સમગ્ર મામલે પોલીસની મીલિભગત આવી સામે હતી. જેને પગલે ફરજમાં બેદરકારી દાખવવા બદલ પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.જેને લઈને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.