લીલીયા ઘટકના ક્રાંકચ સેજામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર THR ખાતે ટી.એચ.આર. અને મિલેટ્સ (જાડા ધાન્ય) પર આધારિત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં પૌષ્ટિક આહારના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો. આ સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર બહેનોએ મિલેટ્સ અને ટી.એચ.આર.નો ઉપયોગ કરીને અનેક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવીને પ્રદર્શિત કરી હતી. આ પહેલથી સ્થાનિક સમુદાયમાં પરંપરાગત ધાન્યોના ઉપયોગ અને આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે પ્રચાર કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ક્રાંકચ ગામના સરપંચના પ્રતિનિધિ મગનભાઈ દુધાત, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્વેતાબેન હેલૈયા, ક્રાંકચ પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર જયભાઈ વાઘેલા, મુખ્ય સેવિકા એચ.એન. રેણુકા, પી.ડી. રાઠોડ, તલાટી મંત્રી અને આરોગ્ય વિભાગના અન્ય સ્ટાફ હાજર રહ્યા હતા.








































