કપાસ પેરા વિલ્ટ: આ દેહધાર્મિક વિકૃતિ છે. આનાથી ઉપરથી નોચે તરફ છોડ સુકાતો હોય છે.
ડુલ અથવા જીંડવા અવસ્થાએ જોવા મળે છે.આ સમયે જડપી વિકાસ થતો હોય ત્યારે પ્રકાશસંશ્લેષણ વધુ જોઈતો હોય છે સાથે ઓક્સીજન પણ વધુ જોઈએ. પાણી ભરાઈ રહેવું, નીતારશક્તિ ઓછી હોય, ચીકણી માટી હોય, સેન્દ્રીય ખાતર ઓછુ હોય ત્યારે આ વિલ્ટ આવતો હોય છે. બીટી જાતોમાં વધુ હોય છે. નિવારણ માટે પાણીનો નિકાલ કરવો, જમીનમાં કાણા પાડવા, પોટાશ યુક્ત ખાતર આપવું. ૧૯-૧૯-૧૯ ૧૫૦ ગ્રામ + મૈક્રોમિક્ક્ષ ગ્રેડ-૪ ૨૫ ગ્રામ પમ્પમાં નાખી છંટકાવ કરવો. બોરેક્ષ પાવડર પણ વાપરી શકાય. ૨ ટકા યુરિયાનાં દ્રાવણનું ડ્રેન્ચિંગ કરવું. ૧૩-૦-૪૫ ઓગાળી પાક ઉપર છંટકાવ કરવો.
મુળખાઈ અને સુકારો ઉભા પાકમાં રોગ જોવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૭૫ વેપા, ૦.૨ ટકા (૧૦ લિટરમાં ૨૭ ગ્રામ) અથવા કોપર ઓક્સિકલોરાઈડ ૦.૨ ટકા (૧૦ લિટરમાં ૪૦ ગ્રામ) અથવા કાર્બેંડાઝીમ ૦.૧ ટકા (૧૦ લિટરમાં ૧૦ ગ્રામ) નું મિશ્રણ સુકાતા છોડની આજુબાજુ ૫૦ – ૬૦ છોડના થડ પાસે રેડવું તથા ૪ થી ૫ દિવસ પછી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આપવું.
ગુલાબી ઈયળના નિયંત્રણ માટે વીઘે ૬ થી ૭ ફેરોમેનટ્રેપ મુકવા.
ટ્રાઇકોકાર્ડનો વીઘે ૨ કાર્ડ મુજબ ઇંડાના પરજીવીકરણ માટે અઠવાડિયાનાં અંતરે ખેતરમાં
પાંચ વાર મુકવા.
ચીમળાઈ ગયેલ ફૂલ, ચાપવા, કળીઓ, જીંડવાઓ દર ત્રણ દિવસે વીણી સળગાવી નાશ કરવો.
સુંઢિયું જોવા મળે ત્યારે કપાસના થડ પાસે ક્લોરપાયરીફોસ ૧૦ લિટર પાણીમાં ૨૦ મિ.લિ. દવાનું દ્રાવણ રેડવું, જેથી ઈયળોનો નાશ થાય. ભૂકીરૂપ દવા આ જીવાત સામે વધુ અસરકારક જણાયેલ છે. તેમ છતાં પ્રવાહી/દ્રાવ્યરૂપ ક્વીનાલફોસ ૨૦ મિ.લિ. ઇન્ડોક્ઝાકાર્બ ૨ થી ૫ મિ.લિ., પ્રોફેનોફોસ ૧૦ થી ૧૫ મિ.લિ. થાયોડીકાર્બ ૭ ગ્રામ દવા પૈકી કોઈ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પર્યાવરણ માટે સલામત હોય તેવી જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરીયા બાસીયાના ૮૦ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
મગફળીઃ મગફળીમાં અફલાટોકસીન ઘટાડવા માટે નીચેના પગલાં લેવા જોઈએ.
મગફળીનાં ડોડવાને ઓછી નુકસાની થાય તે રીતે કાઢવી નહિતર તેમાં આલ્ફારોટ નામની ફુગ આવવાની શકયતા રહેશે. મગફળીમાં થડના કોહવારાના નિયંત્રણ માટે ટ્રાઇકોર્ડમાં વિરીડા પાવડરને પાણી સાથે ૨.૫ કિલો/હેકટરે જમીનમાં આપવું.
મગફળી ઉપાડવાનો સમય થયો હોય તો ફુવારાથી હળવું પિયત આપવું જેથી ડોડવા જમીનમાં તૂટે નહીં આરામથી મગફળી નીકળી શકે.
લશ્કરી ઈયળ(પ્રોડેનીયા)ના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૦.૦૫% (૨૫ મિ.લિ.) અથવા ડાયકલોરવોશ ૦.૦૫% (૫ મિ.લિ.) અથવા કવીનાલફોસ ૦.૦૫% (૨૦ મિ.લિ.) છંટકાવ કરવો
કળિયાની રાંપને બરાબર એ રીતે ગોઠવો કે જેથી મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઈજા ન થાય
જ્યારે મગફળી હાથથી છૂટી પાડવાની થાય ત્યારે અપરિપક્વ ડોડવા અલગ પાડો. જ્યારે યાંત્રિક રીતે થ્રેસરનો ઉપયોગ કરી મગફળી છૂટી કરવાની થાય ત્યારે થ્રેસરની જાળી મગફળીના કદ અને જાત પ્રમાણે યોગ્ય કદના કાણા વાળી રાખો. હલકા અને અપરિપક્વ ડોડવા અલગ પડે તેટલી હવા થ્રેસરના પંખાની લાગે તેવી વ્યવસ્થા કરો.
યંત્રથી નુકસાન થયેલ અથવા જીવાતથી નુકસાન થયેલ ડોડવાને દુર કરો.
બરાબર ભરાયેલ ડોડવાને ૮ ટકા ભેજ આવે ત્યાં સુધી સૂકવો. આનો નિર્ણય કરવા માટે થોડા ડોડવા હાથમાં લઈ ખખડાવવાથી ખ્યાલ આવે
ડાંગર ડાંગર: કરમોડી / ખડખડીયો / બ્લાસ્ટ: રોગ જણાય કે તરત જ ટ્રાયસાયકલાઝોલ ૭૫ વેપા ૬ ગ્રામ અથવા આઈપ્રોબેનફોસ ૪૮ ઈસી ૧૦ મિ.લિ. અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૧૫ – ૨૦ દિવસના અંતરે જરૂરીયાત મુજબ બે થી ત્રણ છંટકાવ કરવા.

પાકમાં ભલામણ મુજબ જ નાઈટ્રોજનયુક્ત ખાતરો આપવા.
કઠોળઃ કઠોળ પાકોની કાપણી વખતે પાકને ઉપાડવો નહિ પણ કાપવો લીલો પડવાશ કરવો.
જુવારઃ દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું.
શેરડીઃ
સફેદ મોલોનો ઉપદ્રવ વધ્યો છે. આ જીવાતનો ઉપદ્રવ સૌરાષ્ટ્રમાં પ્રથમ જોવા મળેલ છે. આ જીવાત છાયા વાળી જગ્યાએ પાકમાં વધુ જોવા મળે છે. શક્ય બને તે શેરડીના સુકા પાન કાઢતા જવા જેથી બીજી રોગ – જીવાત પણ ઓછા આવે. ઉપદ્રવવાળા પાનને દુર કરવા. પરભક્ષી કાળા દાળિયા (કીટક) વધે તેવા પ્રયત્નો કરવા.
વર્ટીસીલીયમ લેકાની કે બીવેરીયા બાસીયાના મેંટારીઝમ નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
ડાયમીથોયેટ મિથાઈલ ઓ – ડીમેટોન ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
વર્મીવોશ:
વર્મીવોશ બનાવી તેનાં છંટકાવથી ભીંડા, રીંગણ વગેરે શાકભાજીમાં ઉપયોગથી ઘણો ફાયદો થાય છે. કિટકનાશક તરીકે પણ કામ કરે છે.
તે વાપરવાથી પાકની વૃદ્ધિઅને વિકાસ સારો થાય, પ્રકાશસંશ્લેષણની
પ્રકિયામાં વધારો થાય.
છોડ જુસ્સાવાળો અને રોગ-જીવાત પ્રતિકારક ક્ષમતા ધરાવતો પેદા થાય છે. પેદાશની ગુણવત્તા સુધરે છે.
તમાકુ: સફેદ ટપકા / સફેદ ચાંચડી:
હેક્ઝાકોનાઝોલ ૫ એસસી ૧૦ મિ.લિ. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૩૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝિમ ૫૦ વેપા ૫ ગ્રામ અથવા કાર્બેન્ડાઝિમ ૧૨ % + મેન્કોઝેબ ૬૩ % વેપા ૩૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી કોઈપણ એક ફુગનાશકનો વારાફરતી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
બાગાયતઃ
આંબા – ચીકુ અને જામફળની વાડીમાં નર તેમજ માદા ફળમાખીના નાશ માટે ફેન્થેઓન ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
નાળીયેરીઃ
કાળા માથાવાળી ઇયળ પાનની નીચે નુકસાન કરે છે આનો ઉપદ્રવ આખા વર્ષ દરમ્યાન વત્તા-ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
નિયંત્રણ માટે પાન પર વધુ નુકસાન હોય તો તેને કાપી નાશ કરવો. અને નિયમિત પિયત આપવું.
ઓછો ઉપદ્રવ હોય ત્યારે ફોઝોલોન૩૫ ઇસી ૩૦ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસ.એલ. ૧૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો. શાકભાજીઃ રીંગણી, મરચી, ટામેટી, તમાકુ: ધરૂ મૃત્યુ / ધરૂનો કોહવારો
રોગ દેખાય ત્યારે એઝોકિસસ્ટ્રોબિન ૨૩ એસસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણી અથવા ફેનામીડોન ૧૦ % + મેન્કોઝેબ ૫૦ % વેપા ૩૦ ગ્રામ ૧૦ લિટર પાણીનો છંટકાવ કરવો અથવા મેટાલેક્ષીલ એમઝેડ ૬૮ વેપા ૨૦૦ લિટર પાણીમાં ૩૨ ગ્રામ મુજબ ઓગાળી એક ગુંઠા વિસ્તારમાં ઝારાથી રેડવું અથવા ૦.૬ % બોર્ડો મિશ્રણનું દ્રાવણ ઝારાની મદદથી પ્રતિ ચોરસ મિટરે બે લિટર મુજબ આપવાથી આ રોગને અસરકારક રીતે અટકાવી શકાય.
પરજીવી કીટકોઃ ખેતીપાકોમાં નુકસાન કરતી જીવાતો પર વિવિધ જાતિના પરજીવી કીટકો નોંધાયેલા છે. આવા પરજીવી કીટકો જે તે જીવાતની જુદી જુદી અવસ્થાઓ જેવી કે ઇંડાં, ઇયળ, બચ્ચાં, કોશેટો કે પુખ્ત કીટક પર રહી જીવન ગુજારે છે અને તેની વસ્તીમાં ઘટાડો કરે છે. વિવિધ પરજીવી કીટકો પૈકી ટ્રાઇકોગ્રામા ભમરી ખૂબ જ અગત્યનું પરજીવી કીટક ગણાય છે.
આ ભમરીની ઘણી જાતિઓ નોંધાયેલ છે. તે ખાસ કરીને ખેતીપાકોમાં નુકસાન કરતી રોમપક્ષ શ્રેણીની (ફૂદાં અને પતંગિયા) જીવાતોએ મૂકેલા ઇંડા પર પરજીવીકરણ કરી તેનો ઇંડા અવસ્થામાં જ નાશ કરે છે. માદા ભમરી પોતાના ૪ થી પ દિવસના જીવનકાળ દરમ્યાન લગભગ ૧૦૦ થી ૧ર૦ જેટલાં ઇંડાનું પરજીવીકરણ કરી શકે છે. ટ્રાયકોગ્રામા ભમરીને પ્રયોગશાળામાં ડાંગરની ફૂદીએ મૂકેલાં ઇંડા પર મોટા પાયા પર ઉછેરી શકાય છે. આ રીતે ટ્રાયકોગ્રામા ભમરીનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શકય બનતા હાલ તે બજારમાં ટ્રાઇકોકાર્ડ સ્વરૂપે ઉપલબ્ધ થયેલ છે. આવા એક ટ્રાઇકોકાર્ડમાં આશરે ૧પ થી ર૦ હજાર જેટલા પરજીવીકરણ થયેલ ઇંડા હોય છે. જોકે ચણા, તમાકુ અને તુવેરના પાકમાં ટ્રાયકોગ્રામા ભમરી અસરકારક જણાયેલ નથી. સામાન્ય રીતે જે તે પાકમાં જીવાતના ઉપદ્રવને ધ્યાનમાં રાખી ૧.પ થી ર લાખ ટ્રાયકોગ્રામા ભમરી પ્રતિ હેકટર પ્રમાણે છોડવાની ભલામણ કરવામાં આવે છે. જીવાતની ઇંડા અવસ્થા ખેતરમાં જોવા મળે ત્યારે સાંજના ઠંડા પહોરે ટ્રાયકોગ્રામા છોડવાથી તેની અસરકારકતામાં વધારો થાય છે. કપાસ અને ટામેટાના ખેતરમાં પીળા ફૂલવાળી આફ્રિકન મેરીગોલ્ડ (હજારીગલ)ના છોડ પિંજરપાક તરીકે ઉછેરાતા લીલી ઇયળની માદા ફૂદીઓ હજારીના ફૂલ પર ઇંડા મૂકવાનું વધુ પસંદ કરે છે અને આવા ઇંડાંનું ટ્રાયકોગ્રામા ભમરી દ્વારા ખુબ જ મોટી સંખ્યામાં પરજીવીકરણ થતાં કુદરતમાં ટ્રાયકોગ્રામા ભમરીની વસ્તી વધે છે. કપાસની દર છ હાર પછી એક હાર કાસિન્દ્રા (કેસીયા ઓકસીડેન્ટાલીસ)ની ઉગાડતા આવા કાસિન્દ્રાના પાન કેટોપ્સીલા જાતિના સફેદ પાંખવાળા પતંગિયાને ઇંડાં મૂકવા માટે આકર્ષે છે. ઇંડામાં ટ્રાયકોગ્રામા ભમરી દ્વારા પરજીવીકરણ થતાં તેની સંખ્યામાં વધારો થાય છે. ખેતરમાં ટ્રાયકોગ્રામા ભમરીઓ છોડયા બાદ શકય હોય ત્યાં ઝેરી જંતુનાશક દવાઓનો છંટકાવ નિવારવો. જરૂર જણાય તો વનસ્પતિજન્ય દવાઓનો ઉપયોગ કરવો.
આ ઉપરાંત એપીરીકેનીયા નામનું પરજીવી કે જે શેરડીની પાયરીલા પર પરજીવીકરણ કરે છે. ટેકનીડ માખી કે જે ઘરમાખી જેવું જ અગત્યનું પરજીવી છે જે ફૂદાં અને પતંગિયાની ઇયળો, રાઈની માખી અને ઢાલિયાં પ્રકારની જીવાતોની ઇયળ અવસ્થાનો નાશ કરે છે. ખાસ કરીને નારિયેળીની કાળા માથાવાળી ઇયળ, જુવારના પાકમાં લશ્કરી ઇયળ, લીલી ઇયળ, શેરડીના વેધકો તેમજ ગાભમારાની ઇયળનું નિયંત્રણ કરે છે. એપેન્ટેલીસ નામની પરજીવી ભમરી લશ્કરી ઇયળ, કોબીજના પાન કાપી ખાનાર ઇયળ, કપાસની ગુલાબી ઇયળ, ડાંગરનો દરજી, કોબીજના હીરા ફૂદાંની ઇયળ વગેરે જીવાતોની નાની ઇયળોના શરીરમાં પોતાના ઇંડા મૂકી પરજીવીકરણ કરી તેનો નાશ કરે છે. એન્કારસીયા જાતિની પરજીવી ભમરી શેરડીની સફેદમાખી પર પરજીવીકરણ કરી તેનું નિયંત્રણ કરે છે.
જંતુનાશકોના અવશેષ એટલે શું ?
કોઇપણ જંતુનાશકોનો વપરાશ નિયત માત્રામાં જે તે પાક પર કરવામાં આવે અને કાપણી પછી તેના અવશેષો મૂળ સ્વરૂપે કે તેનાથી બદલાયેલ સ્વરૂપે હોય અને જો મનુષ્ય/પ્રાણી/ઉપયોગી સજીવો પર નુકસાન કરે તેમ હોય તો તે જંતુનાશકોના અવશેષ” તરીકે ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે ઓર્ગેનોક્લોરીન જુથ કે જેમાં ડી.ડી.ટી., એચ.સી.એચ., લીન્ડેન, એન્ડોસલ્ફાન વિગેરેનો સમાવેશ થાય છે તેવા જંતુનાશકો ચરબીમાં દ્રાવ્ય હોવાથી દૂધ વિગેરેમાં આવે છે. ઉપરાંત મનુષ્ય/પ્રાણીની ચરબીમાં જમા થાય છે અને તેથી તેનું વિઘટન ખૂબ જ ધીમે થતું હોય છે. આમ, આ જુથમાં અવશેષોનું પ્રમાણ વધારે જોવા મળે છે.
જંતુનાશકોની આડ અસરોઃ
• જંતુનાશકોના આડેધડ છંટકાવથી પાણી તેમજ જમીન પ્રદૂષિત થાય છે.
• છંટકાવ દરમ્યાન યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો છાંટનાર વ્યક્તિને આવા જંતુનાશકોની ઝેરી અસર તેના સ્વાસ્થ્ય પર પડે છે.
• રસાયણોના અપૂરતા જ્ઞાનને લીધે જો તેઓનું મિશ્રણ બનાવવામાં આવે અથવા તો ર, ૪- ડી જેવા જંતુનાશકોના વપરાશ પછી પંપ ધોવામાં ન આવે તો આવા જંતુનાશકો બીજા પાક પર ઝેરી અસર કરે છે અને ઘણી વખત પાક્ને બાળી શકે છે.
• દાણા સ્વરૂપમાં વપરાતા અમુક જંતુનાશકો જેવા કે ફોરેટ, કાર્બોફ્યુરાન વગેરે દ્વારા પક્ષીઓના મોત થતાં પર્યાવરણ જોખમાય છે.
• ઉધઇ નિયંત્રણ માટે વપરાતા ક્લોરપાયરીફોસથી ઉપયોગી જીવાતો પણ નાશ પામે છે અને આ દ્વારા નિયંત્રણમાં રહેલ નાની નુકસાનકારક જીવાતો મુખ્ય રૂપે ઉભરી આવે છે.
• કપાસ તેમજ શાકભાજીનાં પાકમાં સિન્થેટિક પાયરેથ્રોઇડના સતત અને આડેધડ ઉપયોગથી ગૌણ જીવાત જેવી કે પાનકથીરી (માઇટસ) હાલમાં મુખ્ય જીવાત તરીકે નુકસાન કરે છે.
• ફૂલ અવસ્થાએ જંતુનાશકો જેવા કે મિથાઇલ પેરાથીયોન, એસીફેટ, ડાયક્લોરોવોસ વિગેરેના ઉપયોગથી પરાગનયનમાં ઉપયોગી મધમાખીનો નાશ થાય છે.
વધારે પ્રમાણમાં અને સતત વપરાશમાં લેવામાં આવતા કેટલાંક જંતુનાશકો કીટકોની પ્રતિકારક શક્તિમાં વધારો કરી વધારે બળવાન બનાવે છે જેથી તેઓનું નિયંત્રણ મુશ્કેલ બને છે.