જીએચસીએલ લીમીટેડ ઔદ્યોગિક સોડા એશ બનાવતી જાણીતી કંપનીઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. પ્રવર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની વિપરીત અસર જયારે સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે ભારતીય ઔદ્યોગિક એકમોને પર્યાવરણ જાળવણી અને રીન્યુએબલ એનર્જીનાં નવા વિકલ્પો શોધી તેના ઉપર અમલીકરણ કરવું જરૂરી બની ગયું છે. કંપનીનાં મેનેજેમેન્ટ દ્વારા ગયા વર્ષે ૧૦ ઇલેક્ટ્રીક ટ્રકનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ શરૂ કર્યો હતો. આ અનાવરણ કાર્યક્રમ ગુજરાતનાં પ્રથમ ક્રમનાં પોર્ટ પીપાવાવ ખાતે યોજવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જીએચસીએલ લીમીટેડનું રો મટીરિયલ જે પીપાવાવ પોર્ટ ખાતેથી સુત્રાપાડા પ્લાન્ટ ખાતે ટ્રાન્સપોર્ટેશન માટે ઇ-ટ્રકનો ઉપયોગ કરાશે. આ તકે જીએચસીએલનાં વાઇસ પ્રેસિડેન્ટ પી.એન. રાવ, પીપાવાવ પોર્ટનાં સી.ઇ.ઓ. ક્લીન્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.