બાબરામાં શિક્ષક દિવસના અવસરે પીએમશ્રી તાલુકા શાળામાં હ્યુમન રાઈટ્સ પ્રોટેક્શન સેલ તથા ક્રાઇમ કંટ્રોલ સેલ દ્વારા ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ક્રાઇમ કંટ્રોલ સેલનાં પ્રમુખ ભાવનાબેન ભટ્ટે બાળકોને ગુનાખોરી અટકાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બાળકો પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા અને ક્રાઇમ અટકાવવાના ઉપાયો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નીતાબેન સુચક, પાયલબેન વસાણી તથા દક્ષાબેન સરવાળીયા સાથે શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ક્રિષ્નાબેન પંડ્યાના માર્ગદર્શનમાં કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો તેમ દીપક સુચકની યાદી જણાવે છે.








































