અમરેલી જિલ્લામાં પોલીસે પ્રોહિબીશનની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી છે. જિલ્લામાં વિવિધ સ્થળેથી પોલીસે ૨૧ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ ઝડપ્યો હતો. જેમાં છ મહિલાઓ પણ હતી. વિક્ટર ચેકપોસ્ટ પાસેથી મહુવામાં રહેતા હરેશભાઈ અશોકભાઈ વાઘેલા તથા બિલાલભાઈ હુસેનભાઈ શેખ રીક્ષા લઈને પસાર થતા હતા ત્યારે અટકાવી તલાશી લેતાં ૮૦ લીટર દેશી દારૂ મળ્યો હતો. પોલીસે રીક્ષા સહિત ૨.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.









































