અમરેલી નાગનાથ મંદિર ખાતે નાગનાથ યુવક મંડળ દ્વારા આયોજિત સાર્વજનિક ગણપતિ ઉત્સવનું આ વર્ષે ૧૨૬મું વર્ષ ઊજવાઈ રહ્યું છે. ઉત્સવ અંતર્ગત આજ રોજ સાંજે વિશેષ આરતીનું આયોજન થયું હતું. આ આરતી અમરેલી જિલ્લા એસ.પી. સંજય ખરાત, પી.પી. સોજીત્રા તથા પી.આઈ. ડી.કે. વાઘેલાના વરદ હસ્તે ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવી. તેમ રાજનભાઈ જાનીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.









































